બેંગલુરુ3 કલાક પેહલા
- કૉપી લિંક
જનતા દળ (સેક્યુલર)એ મંગળવારે હાસનથી પાર્ટીના સાંસદ અને લોકસભાના ઉમેદવાર પ્રજ્જ્વલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ મંગળવારે JDS કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં પ્રજ્જ્વલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠક બાદ જેડી(એસ) કોર કમિટીના પ્રમુખ જીટી દેવગૌડાએ કહ્યું કે અમે પ્રજ્જ્વલ રેવન્ના સામે SITની રચનાનું સ્વાગત કરીએ છીએ. અમે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને SIT તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રજ્જ્વલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા કહ્યું છે.
કુમારસ્વામીએ કહ્યું કે SIT તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રજ્જ્વલ રેવન્નાને સસ્પેન્ડ કરવામાં આવે છે. મેં ક્યારેય ખોટું કરનારનો બચાવ કર્યો નથી, પરંતુ આ વિવાદમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનું નામ લેવું ખોટું છે. કોંગ્રેસ અમારા પરિવારમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે.
કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કલબુર્ગીમાં કહ્યું કે ભાજપનું વલણ સ્પષ્ટ છે. કોઈપણ રાજકીય પક્ષ આ બાબતને સમર્થન આપશે નહીં. રાજ્ય સરકારે પહેલેથી જ SITની રચના કરી છે, તેથી તપાસ ચાલુ રહેશે. ભાજપ કે જેડીએસ આ મામલાને સમર્થન આપી રહ્યું નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કહ્યું છે કે ભાજપ ‘માતૃશક્તિ’ સાથે છે. આ તપાસને આગળ વધારો. જેડી(એસ) પાર્ટીએ પ્રજ્જ્વલને સસ્પેન્ડ કરી દીધા છે.
આ પહેલાં JDSના ધારાસભ્ય સમૃદ્ધિ મંજુનાથે કહ્યું હતું કે, ધારાસભ્ય રેવન્ના અને તેમના સાંસદ પુત્ર પ્રજ્જ્વલ સામે યૌનશોષણનો કેસ નોંધવામાં આવ્યો હોવાથી પાર્ટી કાર્યકર્તાઓને શરમજનક સામનો કરવો પડી રહ્યો છે. પ્રજ્જવલ 26 એપ્રિલે હાસન સીટ પર મતદાન કર્યા બાદ વિદેશ જતો રહ્યો છે.
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનો પરિવાર સેક્સ સ્કેન્ડલના આરોપોથી ઘેરાયો છે. દેવેગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવન્ના (67) અને સાંસદ પૌત્ર પ્રજ્જ્વલ રેવન્ના (33) વિરુદ્ધ તેમની નોકરાણી (ઘરકામ કરનાર)નું યૌનશોષણ કરવા મામલે હાસનના હોલેનરસીપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી.
પ્રજ્જ્વલના 200થી વધુ વાંધાજનક વીડિયો વાઇરલ થતાં કર્ણાટકમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. વાઇરલ વીડિયોમાં દેખાતી મહિલાઓ રડી રહી છે અને છોડી દેવા માટે વિનંતી કરી રહી છે અને પ્રજ્જ્વલ વીડિયો શૂટ કરી રહ્યો છે.
રાજ્યનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલઃ મહિલા આયોગ
કર્ણાટક મહિલા આયોગના અધ્યક્ષ નાગલક્ષ્મી ચૌધરીએ તેને રાજ્યનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ ગણાવ્યું છે. આ દરમિયાન કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા દ્વારા રચાયેલી SITએ તપાસ શરૂ કરી દીધી છે. તેનું નેતૃત્વ એડીજીપી વીકે સિંહ કરી રહ્યા છે. DG CID સુમન ડી પેન્નેકર અને IPS સીમા લાટકર પણ SITમાં સામેલ છે.
પ્રજ્જ્વલના પિતાએ કહ્યું- જાહેર કરાયેલા વીડિયો 4-5 વર્ષ જૂના છે
પ્રજ્જ્વલના પિતા એચડી રેવન્નાએ કહ્યું કે મને ખબર નથી કે કયા પ્રકારનું કાવતરું ઘડવામાં આવ્યું છે. હું એવા લોકોમાંથી નથી કે જેઓ ડરી જાય અને સરળતાથી ભાગી જાય. તેણે જે વીડિયો જાહેર કર્યા છે તે 4-5 વર્ષ જૂના છે.
રેવન્નાએ કહ્યું કે રાજ્ય સરકારને આ કેસની તપાસ કરવા દો. પ્રજ્જ્વલ આમેય વિદેશ જવાનો હતો. કોંગ્રેસ સરકારમાં છેલ્લાં 40 વર્ષોમાં અમે ઘણી તપાસનો સામનો કર્યો છે. મેં આ અંગે દેવગૌડા સાથે હજુ સુધી વાત કરી નથી. કાયદા મુજબ તમામ કાર્યવાહી કરવામાં આવશે.
રેવન્નાએ કહ્યું કે રાજ્ય સરકારને આ કેસની તપાસ કરવા દો. પ્રજ્જ્વલ પહેલેથી જ વિદેશ જવાનો હતો.
કુમારસ્વામીએ કહ્યું- ચૂંટણી દરમિયાન જૂના મુદ્દાઓ કેમ ઉઠાવવામાં આવે છે?
આ મામલાને લઈને દેવેગૌડાના પુત્ર પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું- જો કોઈ પણ ગેરરીતિમાં સામેલ હશે તો તેને કાયદા હેઠળ સજા ભોગવવી પડશે. જો કે હવે આ વીડિયો કેમ જાહેર કરવામાં આવ્યો છે તે જોવા જેવું છે. તે અગાઉ કેમ બહાર પાડવામાં આવ્યું નહીં? ચૂંટણી સમયે જૂના મુદ્દાઓ કેમ ઉઠાવવામાં આવે છે?
આ વીડિયોની લોકસભા ચૂંટણીનાં પરિણામ પર કોઈ અસર નહીં થાય. હું કોંગ્રેસને પૂછવા માગું છું કે આમાં આખા પરિવારનું નામ કેમ ઉઠાવવામાં આવી રહ્યું છે. આ મુદ્દે કુમારસ્વામી અને દેવેગૌડાનાં નામ આવવા જોઈએ નહીં.
પ્રજ્જ્વલના દેશ છોડવાના સવાલ પર કુમારસ્વામીએ કહ્યું- શું તે દરરોજ જ્યાં પણ જાય છે, તે મને કહીને જતો હતો? સરકાર આની તપાસ કરે. અમે સાથે નથી રહેતા. જો મને અગાઉ ખબર હોત તો મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો હોત.
કર્ણાટક સરકારના મંત્રીએ કહ્યું- ભાજપે પ્રજ્જ્વલને દેશમાંથી ભગાડવામાં મદદ કરી
કોંગ્રેસ નેતા અને રાજ્ય સરકારના મંત્રી પ્રિયંક ખડગેએ કહ્યું- જો પ્રજ્જ્વલ રેવન્ના દેશ છોડીને ભાગી ગયો છે તો ભાજપે તેની મદદ કરી છે. બીજેપી-જેડીએસ પ્રજ્જ્વલ વિશે જાણતા હતા.
પ્રિયંકે કહ્યું કે રેવન્ના યૌનશોષણ કેસને લઈને ભાજપના ઘણા નેતાઓને પત્રો મળ્યા છે. આમ છતાં તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી. હુબલી મર્ડર કેસ અંગે તેઓ ખૂબ જ આક્રમક હતા. હવે આ મુદ્દે તેમણે મૌન કેમ ધારણ કર્યું? આ લોકો હવે દરેક શહેર અને ગામડાઓમાં વિરોધ કેમ નથી કરતા.
પ્રિયંકે કહ્યું કે ભાજપના ઘણા નેતાઓ આ બાબતથી વાકેફ હતા. આમ છતાં તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી.
પ્રજ્જ્વલના ડરને કારણે અમે સ્ટોરમાં સંતાઈ જતાં હતાં- પીડિતા
રેવન્ના અને પ્રજ્જ્વલ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવનાર મહિલાએ કહ્યું કે તે રેવન્નાની પત્ની ભવાનીની સંબંધી છે. તેણીનો આરોપ છે કે નોકરાણીની નોકરીમાં જોડાયાના ચાર મહિનાની અંદર રેવન્નાએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ પત્ની બહાર જતી ત્યારે રેવન્ના કોઈ ને કોઈ બહાને મને રૂમમાં બોલાવતા હતા અને ખરાબ વર્તન કરતા હતા.
પ્રજ્જ્વલનો ડર એવો હતો કે તે આવતાની સાથે જ અમે સ્ટોરમાં સંતાઈ જતા. પીડિતાના આરોપ છે કે પ્રજ્જ્વલ તેની પુત્રીને વીડિયો કોલ કરતો હતો અને અશ્લીલ વાતો કરતો હતો. મહિલાએ એમ પણ કહ્યું છે કે તેના અને તેના પરિવારના જીવને ખતરો છે.
પોલીસે મહિલાની ફરિયાદ પર કલમ 354A, 354D, 506, 509 હેઠળ કેસ નોંધ્યો છે. પીડિતાએ રેવન્ના અને પ્રજ્જ્વલ પર 2019 થી 2022 સુધી યૌનશોષણનો આરોપ લગાવ્યો છે.
પ્રિયંકા ગાંધીએ પીએમને સેક્સ સ્કેન્ડલ કેસમાં પૂછ્યા પ્રશ્નો
પ્રિયંકા ગાંધીએ પોસ્ટમાં લખ્યું છે જે નેતા પોતે 10 દિવસ અગાઉ પ્રચાર કરવા જાય છે. સ્ટેજ પર તેની પ્રશંસા કરો. આજે કર્ણાટકનો તે નેતા દેશમાંથી ફરાર છે. તેના ઘૃણાસ્પદ ગુનાઓ વિશે સાંભળીને જ કાળજું કંપી જાય છે. જેણે સેંકડો મહિલાઓની જિંદગી બરબાદ કરી નાખી. મોદીજી, તમે હજુ પણ મૌન રહેશો?
રવિવારે 28 એપ્રિલે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકરોએ JDS નેતા પ્રજ્જ્વલ રેવન્ના વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને તેમનું પૂતળું સળગાવ્યું હતું.