નવી દિલ્હી26 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચિદમ્બરમે કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો 10 વર્ષમાં GDP બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમે સોમવારે (6 મે) સંપત્તિ ટેક્સ પર કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની ટીકા કરનારા નેતાઓને આંખની સારવાર કરાવવાની સલાહ આપી હતી.
તેમણે કહ્યું કે જો આજે કોંગ્રેસ સત્તામાં હોત તો દેશની અર્થવ્યવસ્થા 2023-24માં 200 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ હોત.
કોંગ્રેસ નેતાનું આ નિવેદન સંપત્તિની વહેંચણી અને વારસાગત કરને લઈને કોંગ્રેસ પર સતત પ્રહારો વચ્ચે આવ્યું છે.
‘સંપત્તિનું સર્જન એટલે ઝડપી વિકાસ’
ચૂંટણી ઢંઢેરો તૈયાર કરતી સમિતિના અધ્યક્ષ ચિદમ્બરમે કહ્યું કે જે નેતાઓ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સંપત્તિના સર્જનની વાતને સંપત્તિના વિતરણની વાત જણાવી રહ્યા હોય, તેઓએ કાં તો મિડલ સ્કૂલનો ફરીથી અભ્યાસ કરવો જોઈએ અથવા આંખના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ.
‘કોંગ્રેસનું લક્ષ્ય 10 વર્ષમાં જીડીપી બમણું કરવાનું’
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટો દ્વારા એવી નીતિઓ વિશે વાત કરે છે જેનાથી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધે. તેમજ મુક્ત અને ન્યાયી વેપારને અટકાવતા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.
ચિદમ્બરમે એ વાત પર પણ ભાર મૂક્યો કે જો કોંગ્રેસ સત્તામાં પરત આવે તો 10 વર્ષમાં જીડીપી બમણી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ગયા સપ્તાહની શરૂઆતમાં ચિદમ્બરમે કહ્યું હતું કે પીએમ મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના વાસ્તવિક મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ.