- Gujarati News
- National
- Iyer Said India Should Respect Pakistan, It Also Has Nuclear Bomb; If A Crazy Person Comes There, They Will Sneer
નવી દિલ્હી1 મિનિટ પેહલા
- કૉપી લિંક
મણિશંકર ઐયરનો આ વીડિયો એપ્રિલ 2024નો હોવાનું કહેવાય છે. ભાસ્કર આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસના પૂર્વ નેતા મણિશંકર ઐયરે કહ્યું છે કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ. આપણે એ ન ભૂલવું જોઈએ કે તેની પાસે પરમાણુ બોમ્બ પણ છે. જો કોઈ માથાનો ફરેલો આવશે તો તે આપણા પર ઝીંકી શકે છે.
ઐયરે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું – મને સમજાતું નથી કે નરેન્દ્ર મોદી સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. ઐયરનું આ નિવેદન એપ્રિલ 2024નું હોવાનું કહેવાય છે, જે હવે વાઇરલ થઈ રહ્યું છે. જો કે, ભાસ્કર આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
તેમણે વધુમાં કહ્યું- એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે વાતચીત કરવી ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત અહંકારથી અમને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં કોઈ પાગલ ભારત સામે આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.
મણિશંકર ઐયર પહેલાં ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા સામ પિત્રોડાએ પણ ચૂંટણી દરમિયાન બે નિવેદનો આપ્યાં હતાં, જેનાથી કોંગ્રેસની ઘણી બદનામી થઈ હતી. તેમણે ભારતમાં વારસાગત ટેક્સ લાદવાની વાત કરી હતી. આ અંગે રાહુલ ગાંધીએ પણ ખુલાસો કરવો પડ્યો હતો. પિત્રોડાએ બે દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું કે દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા દેખાય છે.
તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના લોકો ચામડીનો રંગ જોઈને દેશની જનતામાં ભાગલા પાડી રહ્યા છે. કોંગ્રેસે પિત્રોડાના નિવેદનથી કિનારો કરી લીધો હતો. થોડા કલાકો બાદ પિત્રોડાએ કોંગ્રેસના ઓવરસીઝ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.
વાઇરલ વીડિયોમાં ઐયરે શું કહ્યું…
ઐયરે કહ્યું- પાકિસ્તાન પણ એક સાર્વભૌમ દેશ છે. તેનું પણ માન-સન્માન છે. તેમનું માન જાળવતી વખતે, તમે ઇચ્છો તેટલા સખ્ત શબ્દોમાં તેની સાથે વાતચીત કરો, પરંતુ વાતચીત તો કરો. તમે બંદૂક લઈને ફરો છો. તેમાંથી તેનો શું ઉકેલ મળ્યો…કંઈ નહીં. તણાવ વધતો જાય છે. જો ત્યાં કોઈ માથાનો ફરેલો પાગલ આવી જશે તો જરા વિચારો કે દેશનું શું થશે?
તેમની પાસે પરમાણુ બોમ્બ છે. જો કે આપણી પાસે પણ છે, પણ જો ત્યાં કોઈ માથાનો ફરેલો આવી જશે અને જો તે બોમ્બ ઝીંકી દેશે તો તેના રેડિયો એક્ટિવિટ આઠ સેકન્ડમાં અમૃતસર પહોંચી જશે. તમે તેને તેનો ઉપયોગ કરતા અટકાવો. પરંતુ જો તમે તેની સાથે વાત કરશો અને તેને માન આપશો, તો તે તેના બોમ્બ વિશે વિચારશે પણ નહીં. પરંતુ જો તમે તેને નકારશો તો શું કરશે?
જો તમારે વિશ્વગુરુ બનવું હોય તો તે બતાવવું જરૂરી છે કે તે ગમે તેટલું ખરાબ હોય, અમે પાકિસ્તાન સાથેની અમારી સમસ્યાનું સમાધાન માટે સખત મહેનત કરી રહ્યા છીએ. છેલ્લાં 10 વર્ષથી તમામ મહેનત બંધ થઈ ગઈ છે. મસ્ક્યુલર પોલિસી બતાવી રહેલા ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ કહુટા (રાવલપિંડી)માં મસલ (પરમાણુ બોમ્બ) છે.
ઐયરના વીડિયો પર ભાજપે શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહઃ રાહુલ ગાંધી, કોંગ્રેસ, મણિશંકર ઐયર પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. હું કહેવા માગું છું કે કોંગ્રેસ આ બેવડી નીતિ છોડી દે, ભારત એટલું શક્તિશાળી છે કે જો તે આપણી તરફ જુએ તો પાકિસ્તાનનું અસ્તિત્વ નહીં રહે. તેઓ ફારૂક અબ્દુલ્લાની ભાષા બોલી રહ્યા છે. કોંગ્રેસ પાકિસ્તાનના આતંકવાદીઓની ભાષા બોલે છે.
ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાઃ કોંગ્રેસનો ‘પાકિસ્તાન પ્રેમ’ અટકવાનો નથી. ‘પ્રથમ પરિવાર’ના નજીકના મણિશંકર ઐયર શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસની યાદી જુઓ – તેમને પહેલાં પાકિસ્તાનનું સમર્થન મળ્યું હતું. કસાબને 26/11માં ક્લીનચીટ આપવામાં આવી હતી. કોંગ્રેસનો હાથ પાકિસ્તાન સાથે છે.
ઐયરે લાહોરમાં કહ્યું હતું- ભારત પોતાને ‘હિન્દુ રાષ્ટ્ર’બનાવવા માંગે છે.
મણિશંકર ઐયર આ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન ગયા હતા. તેઓ અહીં લાહોરમાં અલહમરા ખાતે ફૈઝ મહોત્સવમાં સામેલ થયા હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું- ધાર્મિક કટ્ટરવાદમાં પાકિસ્તાનનું અનુકરણ કરવાના પ્રયાસ કરી રહેલ ભારત પોતાને ‘હિન્દુ રાષ્ટ્ર’ બનાવવા માંગે છે.
ઐયરે વધુમાં કહ્યું હતું- હું અનુભવથી કહી શકું છું કે પાકિસ્તાની એવા લોકો છે, જો આપણે મૈત્રીપૂર્ણ છીએ, તો તેઓ ખૂબ જ છે મૈત્રીપૂર્ણ છે. જો આપણે દુશ્મનાવટ બતાવીએ, તો તેઓ વધુ દુશ્મનાવટ દર્શાવે છે.
આ સમાચાર પણ વાંચો…
સામ પિત્રોડાએ ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યુંઃ કહ્યું- ભારતમાં પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે, દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે.
લોકસભા ચૂંટણી દરમિયાન વિવાદાસ્પદ નિવેદનોથી ઘેરાયેલા કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ 8 મેના રોજ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે આ માહિતી આપી હતી.
ખરેખરમાં, 8 મેની સવારે પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભારતમાં પૂર્વના લોકો ચીની અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે. આ નિવેદન સામે આવ્યાના થોડા સમય બાદ કોંગ્રેસે તેનાથી કિનારો કરી લીધો હતો.