10 કલાક પેહલા
- કૉપી લિંક
કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ની રિલીઝ ડેટ ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી છે. મેકર્સે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કરીને આ માહિતી આપી હતી.
આ ફિલ્મ 14 જૂને રિલીઝ થવાની હતી
નિર્માતાઓએ લખ્યું, ‘કંગના આ દિવસોમાં દેશની સેવામાં વ્યસ્ત હોવાથી અમે ફિલ્મ ઇમર્જન્સીની રિલીઝ ડેટ આગળ વધારી રહ્યા છીએ. અમે તમને ટૂંક સમયમાં આ વિશે વધુ માહિતી આપીશું.
અત્રે ઉલેલેખનીય છે કે પહેલાં આ ફિલ્મ ગત વર્ષે 24 નવેમ્બરે અને પછી આ વર્ષે 14 જૂને રિલીઝ થવાની હતી.
મેકર્સે ગત વર્ષે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું
કંગના મંડીથી ભાજપના ઉમેદવાર છે
આ દિવસોમાં કંગના પોતાનો સમગ્ર સમય ચૂંટણી પ્રચાર માટે ફાળવી રહી છે. તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં મંડી જિલ્લામાંથી ભાજપના ઉમેદવાર છે. આવી સ્થિતિમાં તે આ ફિલ્મના પ્રમોશન માટે પોતાનો સમય ફાળવી શકતી નથી.
સતીશ કૌશિક અને અનુપમ ખેર પણ જોવા મળશે
કંગના ઉપરાંત અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન જેવા કલાકારો પણ ઇમર્જન્સીમાં જોવા મળશે. દિવંગત એક્ટર-દિગ્દર્શક સતીશ કૌશિકની પણ આ છેલ્લી ફિલ્મ છે.
કંગનાએ પોતે જ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. ફિલ્મમાં ઈન્દિરાના જીવનના ઘણા મહત્ત્વના તબક્કા બતાવવામાં આવશે. આ ફિલ્મમાં એક્ટિંગ ઉપરાંત કંગનાએ પોતે તેનું દિગ્દર્શન પણ કર્યું છે.