રાજકોટ21 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. જેમાં પ્રાણીઓ અને પક્ષીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે નહીં તેના માટે રાજકોટનાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે. જેમાં સિંહ-વાઘ, દીપડા અને રીંછ જેવા પ્રાણીઓનાં શેલ્ટરમાં કંતાન મુકવામાં આવ્યા છે. સરિસૃપો માટે માટલામાં લેમ્પ મૂકી વાતાવરણ ગરમ રાખવાનો પ્રયાસ કરાયો છે. જ્યારે ચિતલ તેમજ સાબર જેવા પ્રાણીઓ માટે સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાથી પશુ-પક્ષીઓ હાલની ઠંડીમાં ગરમી મેળવી રહ્યા છે.
ઠંડા પવનને પ્રવેશતો અટકાવવા પ્રયાસ ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.