Updated: Dec 16th, 2023
વડોદરા,તા.16 ડિસેમ્બર 2023,શનિવાર
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી માઇગ્રેશન ઓવરસીઝ નામની ઓફિસમાં સીઆઇડી દ્વારા સરપ્રાઈઝ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. 12 કલાક સુધી ચાલેલી કાર્યવાહી દરમિયાન કોઈ ગેરરીતિ પકડાય છે કે કેમ ? સીઆઇડી દ્વારા સ્થાનિક પોલીસને કયા કારણોસર કોઈ માહિતી ન આપી અંધારામાં રાખવામાં તેની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
વડોદરાના ગોરવા વિસ્તારમાં ગેંડા સર્કસ પાસેની માઇગ્રેશન ઓવરસિઝ નામની વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં સીઆઇડી દ્વારા એકાએક સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. સીઆઇડી ની ટીમની સીઆઇડી ગોરવા વિસ્તારમાં ધસી આવ્યા સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં સીઆઇડી દ્વારા લગભગ 12 કલાક સુધી તપાસ કરવામાં આવી હતું પરંતુ ત્યાર બાદ પણ દરોડા બાબતે હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા થઇ નથી. ઉપરાંત સીઆઇડી દ્વારા સ્થાનિક ગોરવા પોલીસને અંધારામાં રાખી સર્ચ ઓપરેશનની કાર્યવાહી થઇ હોય લોકલ પોલીસ પણ સમગ્ર બાબતે સંપૂર્ણ રીતે અજાણ છે. સીઆઇડી દ્વારા કરાયેલા સરપ્રાઈઝ ચેકિંગમાં મસમોટી ગેરરીતિ બહાર આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ સ્થાનિક પોલીસને કયા કારણોસર કોઈ પ્રકારની માહિતી આપવામાં આવી ન હતી તેને લઈને શંકા કુશંકાઓ ઉદભવી રહી છે. જો કે, વિઝા કન્સલટન્સીની ઓફિસમાંથી ગેરરીતિ ભર્યા બોગસ ડોક્યુમેન્ટના આધારે કોઈ પ્રવૃત્તિ ચાલે છે કે કેમ ? તે બાબતે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.