ગુજરાત રાજ્ય સહિત દેશના ઉત્તર અને પશ્ચિમ દિશા તરફના વિવિધ રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે. ગુજરાતમાં પણ છેલ્લા 10 દિવસથી સતત હીટવેવની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા છેલ્લા 10 દિવસથી વિવિધ જિલ્લામાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આ
.
બફારાની સતત આગાહી કરવામાં આવી રહી છે
દરિયાકાંઠાના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સતત હોટ એન્ડ હ્યુમિડિટી વેધર કન્ડિશન આપવામાં આવી રહી છે. એટલે કે, ડિસ્કમ્ફર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા સતત કરવામાં આવી રહી છે. જ્યારે હજુ પણ આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લા ઓરેન્જ એલર્ટ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આજે પણ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આવતીકાલથી શહેરનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું થવાની શક્યતા છે. આથી આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં તાપમાનનો પારો ટોચ પર રહ્યો હતો. ખાસ કરીને અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે આજે પણ મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત ગઈકાલે રાજ્યના 11 શહેરોમાં હીટવેવની અસર રહી હતી. આજે પણ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આથી અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતી જજો, નહીં તો ગંભીર અસરો થઈ શકે છે.
આજે સવારથી જ ગુજરાતમાં સૂર્યદેવનો પ્રકોપ
બાળકોથી લઈને વૃદ્ધો, યુવાનો હીટસ્ટ્રોકના શિકાર બન્યા
મહત્વનું છે કે, ભયંકર ગરમીને કારણે નાના બાળકોથી લઈને વૃદ્ધો તથા યુવાનો પણ હીટસ્ટ્રોકના શિકાર બન્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં મેચ નિહાળવા માટે આવેલા બોલીવૂડના કિંગ ખાન પણ અમદાવાદની ગરમીથી બચી શક્યા નથી. શાહરુખ ખાનને અમદાવાદની ગરમીથી લૂ લાગી હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા છે. જ્યારે ગત રોજ 12 દિવસની બાળકીને લૂ લાગવાથી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીને કારણે 13-15 લોકોના મોત નીપજ્યાં છે.
સવારે બે કલાકમાં જ તાપમાન 3 ડિગ્રી વધ્યું
આજે પણ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી સંભાવના છે. આથી સવારે 11 વાગ્યાથી જ સાંજના 7 વાગ્યા સુધી સીધા તડકાના સંપર્કમાં ન રહેવું હિતાવહ છે. કારણ કે, અમદાવાદ શહેરમાં વહેલી સવારે 7 વાગ્યે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહ્યા બાદ સવારના 9 વાગ્યે તેમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈને 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચ્યું હતું. ત્યારબાદ 3 કલાકમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ વધીને બપોરે 12 વાગ્યે શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું હતું.
આજે બહાર નીકળ્યા તો ગરમીમાં બિમાર પડશો
આજે બપોરના સમયે ગરમ લૂ જેવા પવનો ફૂંકાઈ શકે છે
આ દરમિયાન પવનની ગતિ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી હશે. તથા તેની ઝડપ 15થી 17 કિમી પ્રતિ કલાકની રહેશે. એટલે કે, આજે બપોરના સમયે ગરમ લૂ જેવા પવનો ફૂંકાઈ શકે છે. તેને કારણે બહાર ફરતા લોકોને હીટ સ્ટ્રોક અથવા તો લૂ લાગવાનો ખતરો ચોક્કસપણે વધી શકે છે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાશે. બે કલાક બાદ સાંજે 4 વાગ્યે મહતમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ અને સાંજે 5 વાગ્યે મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે.
રાત્રે 10 વાગ્યે પણ 40 ડિગ્રી તાપમાન હશે
સાંજના 8 વાગ્યે શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ રહેશે. આ ઉપરાંત રાત્રે 10 વાગ્યે જ્યારે સામાન્ય રીતે ઠંડકનો અહેસાસ થતો હોય છે તે સમયગાળા દરમિયાન પણ અમદાવાદીઓને 40 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં શેકાવું પડશે અને ગરમ પવનનો અનુભવ કરવો પડશે. ત્યારબાદ મોડીરાત્રે 12 વાગ્યે શહેરનું તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસે પહોંચી શકે છે.
ગરમીથી લોકો ત્રસ્ત થયા
ગરમથી ગુજરાતમાં 10નાં મોત
ગરમીના કારણે ઉત્તર ગુજરાતમાં 2, આણંદમાં 6, માંડવી તથા સુરતમાં 1-1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. સુરતમાં અન્ય ચાર લોકોના મોત હીટસ્ટ્રોકથી થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે 46 ડિગ્રી ગરમીના કારણે અમદાવાદના શહેરીજનો રીતસર શેકાયા હતા.
તાપમાન હજુ વધશે તો વનસ્પતિ પણ કાર્બન ડાયોક્સાઇડ લેવાનું બંધ કરશે
સ્ટેટ ઑફ ફોરેસ્ટ ઇન ઇન્ડિયા રિપોર્ટ અનુસાર દેશમાં વન ક્ષેત્રમાં 0.25 ટકાનો વધારો થયો છે. અને છેલ્લા બે દસકામાં લીફ એરિયા ઇન્ડેક્સ 7 ટકા વધ્યો છે. પણ ક્લાઇમેટ ચેન્જના કારણે વધી રહેલા તાપમાનથી ગ્રીન કવરની અસર ઘટી છે. આઇઆઇટી મુંબઈના અનુસાર અમુક સીમા બાદ તાપમાન વધતા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લેવાનું બંધ કરી દે છે.
અસહ્ય ગરમીમાં છાશ સહિતના પ્રવાહી પીતા રહેવા જોઈએ
નાના તથા મોટાં શહેરોમાં હીટવેવ માટે જવાબદાર કારણો
- એસી: આ એપ્રિલમાં વેચાણ ગત એપ્રિલની તુલનામાં 40 ટકા વધ્યું. સિઝનમાં 1.25 કરોડ એસી વેચાવાની શક્યતા.
- લીલોતરી: વૃક્ષો સતત ઘટી રહ્યા છે. પાંચ વર્ષોમાં ખેતરોમાંથી 50 લાખથી વધારે વૃક્ષ ગાયબ થયાં છે.
- પાણી: બેંગલુરુ પાણી માટે તરસ્યું બન્યું. જયપુરમાં ઝીરો-ડે જેવી સ્થિતિની આશંકા. અન્ય શહેરો કતારમાં.
- કોંક્રીટ: ઇસરોના જણાવ્યા પ્રમાણે દેશમાં 17 વર્ષમાં શહેરીકરણ વધ્યું. બાંધકામ ધરાવતા વિસ્તારમાં 25 લાખ હેક્ટરનો વધારો થયો