સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર પેસેન્જર ટ્રાફિકમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. નાણાકીય વર્ષ (FY24)ના પ્રથમ બે મહિનામાં 20 લાખ મુસાફરોને યાત્રા સુવિધા પૂરી પાડી માઈલસ્ટોનને વટાવ્યો છે. પેસેન્જર ટ્રાફિકમાં વધારો થવાનું એક ક
.
ગત વર્ષે 1.9 મિલિયન મુસાફરોનો ટ્રાફિક રહ્યો
23મી મેના રોજ એરપોર્ટ પર FY24નો અત્યાર સુધીનો સૌથી વ્યસ્ત દિવસ નોંધાયો હતો, જેમાં 279 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે રેકોર્ડ 38,790 મુસાફરોને સેવા પૂરી પાડવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ દરરોજ 34,333 મુસાફરો અને 268 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM)નું સંચાલન કરે છે. ગત વર્ષે આ સમયગાળામાં 1.9 મિલિયન મુસાફરોનો ટ્રાફિક રહ્યો હતો. FY23-24માં એરપોર્ટે રેકોર્ડ-બ્રેકિંગ પ્રદર્શન કરતા એરપોર્ટે 11,781,525 મુસાફરોને સેવા આપી હતી, જે પેસેન્જર્સની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ સૂચવે છે.
યાત્રિકોનો અનુભવ અને કનેક્ટિવિટીમાં વધારો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરોને એક સીમલેસ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા સમર્પિત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીમાં તાજેતરના સુધારા એ મુસાફરોના આરામ અને સગવડોમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
મુખ્ય સુધારાઓની વાત કરીએ તો:
- ટર્મિનલ-2માં એક નવો સ્વિંગ-સંચાલિત સુરક્ષા હોલ્ડ વિસ્તાર
- 395 મીટર સુધી વિસ્તરણ પામતો સમાંતર ટેક્સી વે
- નવી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ
પાર્કિંગ અને નવા રૂટમાં વધારો
ટર્મિનલ-2ના એપ્રોન પાસે પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડ ઉમેરવામાં આવ્યા છે, જેમાં ઉન્નત ઓપરેશનલ ક્ષમતાઓ માટે ટર્મિનલ 1 એપ્રોનની પુન: ગોઠવણી કરવાની યોજના છે.
નવા ફ્લાઇટ વિકલ્પોમાં:
- એર એશિયાની કુઆલાલંપુર માટે નોન-સ્ટોપ સેવા (ચાર સાપ્તાહિક ફ્લાઇટ્સ)
- એર ઈન્ડિયાથી દિલ્હી માટે વધારાની સીધી ફ્લાઈટ્સ (ગુરુવાર અને શનિવાર)
ટોચના સ્થળો:
છેલ્લા બે મહિનામાં અમદાવાદના સૌથી લોકપ્રિય સ્થાનિક સ્થળો દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પુણે અને જયપુર રહ્યા હતા. જ્યારે ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળોમાં અબુ ધાબી, દુબઈ, બેંગકોક, દોહા અને કુઆલાલંપુરનો સમાવેશ થાય છે.
વ્યાપક નેટવર્ક:
SVPIA 7 એરલાઇન્સની સેવાઓ દ્વારા 37 નોન-સ્ટોપ અને 4 વન-સ્ટોપ ડોમેસ્ટિક ડેસ્ટિનેશન્સ સાથે જોડાણ ધરાવે છે. ઉપરાંત 17 એરલાઇન્સ દ્વારા 14 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે કનેક્ટિવિટી ધરાવે છે.