રાજકોટનાં TRP ગેમઝોનમાં 26મી મેએ દુઃખદ આગની દુર્ઘટના બની હતી. જેમાં બાળકો સહિતના લોકો જીવતા ભૂંજાયા હતા. મૃતકોની ઓળખ માટે પરિવારે DNA ટેસ્ટ કરાવવા પડ્યા હતા. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)એ ટેક્સના મોહમાં આ દુર્ઘટનામાં આંખ આડા કાન કર્યા હો
.
આ મિલકતવેરો જમીનના માલિક તેમજ ગેમ ઝોનના ભાગીદાર અશોકસિંહ જાડેજાના નામે આવતો હતો. આ પરથી ફલિત થાય છે કે ભાડા કરાર એવો હશે કે જમીનના માલિકે મિલકતવેરો ભરવાનો રહેશે. ત્યારે દર વર્ષે નિયમિત રીતે મે મહિનામાં ટેક્સ ભરી 10% વેરા વળતર યોજનાનો લાભ પણ એમાં લેવામાં આવતો હતો.
RMCના અંધેર વહીવટમાં વિવિધ શાખાનું સંકલન નહીં
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મનપામાં ગત તા. 9 મેના રોજ રૂ. 6.86 લાખ રૂપિયા વેરા પેટે ભરાયા હતા. આ પહેલાં પણ વર્ષ 2023માં રૂ. 6.86 લાખ ઉપરાંત તેની અગાઉ વર્ષ 2022માં રૂ. 7.17 લાખનો મિલકતવેરો ભરવામાં આવ્યો હતો. જોકે, ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલી મનપા કચેરીના આવા જુદાજુદા વિભાગો વચ્ચે સંકલનના વાંકે એકબીજાની શાખાની અનિવાર્ય કામગીરીનું કોઇ જોડાણ ન હોવાથી ટાઉન પ્લાનિંગ અને ફાયર શાખા આંધળી રહી હતી, જેના કારણે ફાયર NOC સહિતના મુદ્દે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
કેટેગરી મુજબ 25નો ભારાંક લાગુ કરાયો હતો
મિલકતનું એસેસમેન્ટ 2021નું અને એમાં 2016થી લાગુ વેરો 966.20 ચો.મી. કાર્પેટ એરિયા (બાંધકામ)નો દેખાડવામાં આવ્યો છે. આ મિલકતના પ્રોપર્ટી નંબર 0528/0158/000 છે. આ ફેસેલિટીમાં આર-9, ટી-9 અને ઇ-2 દર્શાવવામાં આવ્યા છે. એટલે કે અહીં હંગામી કે કાયમી બાંધકામ, કેન્ટીન જેવી જગ્યા હતી. આ પ્રોપર્ટીનો રૂ.6ના દરથી વેરો આકરવામાં આવતો હતો અને ભાડાની પ્રોપર્ટીના રૂ. 2નો દર લાગુ કરવામાં આવ્યો હતો. બિનરહેણાક મકાનમાં પીયુસીસીએ દીવાલ પણ આરસીસી વગરનું 14.36, 21.72 અને 930 ચો.ફૂટનું બાંધકામ હતું. એમાં કેટેગરી મુજબ 25નો ભારાંક લાગુ કરવામાં આવ્યો હતો.
કોર્પોરેશનની ટેક્સ શાખામાં 2021થી જગ્યાનો વેરો ભરાતો
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કોર્પોરેશનની ટેક્સ શાખામાં 2021ની સાલમાં જગ્યાનો વેરો ભરવાની શરૂઆત થઇ હતી. એનું રિએસેસમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. એક વખત મોબાઇલ નંબર ચેન્જ કરવા માટે પણ તારીખ 13-8-18ના રોજ અરજી કરવામાં આવી હતી. વોર્ડ નં.10માં આ મિલકત અંગે તા.26-2-2021ના રોજ ઇન્વર્ડ અરજી નં.483થી કરવામાં આવી હતી. તેમાં ભાડા કરાર પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ તમામ કાગળો આટલાં વર્ષોથી ટેક્સ બ્રાન્ચમાં ઉપસ્થિત હતા, પરંતુ ટેક્સ વિભાગ બાંધકામ પ્રમાણે વેરો આકારીને વસૂલાતનું કામ કરે છે. ગેરકાયદે બાંધકામ ચકાસવાનું કામ ટાઉન પ્લાનિંગ શાખાનું હોય છે.
સિસ્ટમના વાંકે મોટી દુર્ઘટના થઈ એવો ઘાટ
ઉલ્લેખનીય છે કે પૂર્વ મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ફાયર ટીપી ટેક્સ જેવી શાખાના લિંકઅપના પ્રયાસો કરીને સિસ્ટમ ઊભી કરી હતી. અગાઉના મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ પણ આવી મહત્ત્વની શાખામાં થતી કામગીરી અંગેની એન્ટ્રી લાગુ શાખામાં ઊભી થઇ જાય એવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી, પરંતુ તેની કોઇ અમલવારી થઇ હોય તેવું લાગતું નથી અન્યથા આવી નાની નાની બાબતોથી પણ આવી મોટી દુર્ઘટના થતી અટકાવી શકાઈ હોત એવું ચર્ચાઈ રહ્યું છે.