57 મિનિટ પેહલા
- કૉપી લિંક
અનુપમ ખેર ગઈકાલે રાત્રે IGA (ઈન્ટરનેશનલ ગ્લોરી એવોર્ડ)માં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતી વખતે અનુપમ ખેરે કંગનાના મુદ્દે કહ્યું હતું કે, તે મહિલા કોન્સ્ટેબલે ડેમોક્રેટિક રીતે વિરોધ કરવો જોઈતો હતો. પોતાના પદનો દુરુપયોગ કરીને આવા કામ કરવા એ અત્યંત નિંદનીય ઘટના છે. વિરોધ કરવાના અન્ય પણ રસ્તાઓ છે.
કંગનાના મુદ્દે નાના પાટેકરને પણ સવાલ કરવામાં આવ્યા હતા. તેમને આ બાબતની કોઈ જાણકારી નહોતી. આખો મામલો જાણ્યા પછી તેમણે કહ્યું- આ બહુ ખોટું છે, બહુ ખોટું છે, આવું થવું જોઈતું ન હતું. આ બધાની વચ્ચે કંગનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો પણ શેર કર્યો છે જેમાં તે સાંસદ બન્યા બાદ પોતાનું નવું આઈડી બતાવી રહી છે.
કંગના રનૌતે એક પોસ્ટ શેર કરી છે
થપ્પડ મારવાની ઘટના અંગે શેખર સુમનએ આપ્યું નિવેદન
શેખર સુમને આ મામલે કંગના રનૌતનું સમર્થન કર્યું અને કહ્યું કે આ ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ખોટું છે. કોઈને પણ તેમના જીવનમાં આ પ્રકારનો અનુભવ ન હોવો જોઈએ. આ સ્વીકારી શકાય નહીં, આ ગેરકાયદેસર છે. મહિલા કોન્સ્ટેબલે જે કર્યું તેની સજા તેમને મળવી જોઈએ. અલબત્ત, તેમના મનમાં વિરોધ હતો, પરંતુ તેમણે જે રીતે તેને વ્યક્ત કર્યો તે તદ્દન ખોટો હતો. તમે તમારી લાગણીઓને અલગ-અલગ રીતે પણ વ્યક્ત કરી શકો છો.
એક્ટર શેખર સુમન
શેખર સુમને એમ પણ કહ્યું કે કોઈની સાથે આવું થવું ખોટું છે. તેઓ મંડીના સાંસદ છે, જે પણ થયું તે ખૂબ જ ખરાબ છે. જો તમે વિરોધ કરવા માગતા હો, તો પણ તે કરવાનો એક યોગ્ય રસ્તો છે. તમારે એ પદ્ધતિ અપનાવવી જોઈએ. તમે જાહેરમાં આવું વર્તન કરો છો તે ખોટું છે.
જ્યારે તેમના પુત્ર અધ્યયન સુમને કહ્યું- બધાએ આ વિશે ઘણું કહ્યું છે. હું એટલું જ કહીશ કે તમે અંગત ગુસ્સાથી આવું કર્યું હોય તો પણ તેમને જાહેરમાં બહાર વ્યક્ત કરવું ખૂબ જ ખોટું છે. એજ થયું તેવું થવું જોઈતું ન હતું.
શિવાંગી જોષીનું નિવેદન
ઈન્ટરનેશનલ ગ્લોરી એવોર્ડ ઈવેન્ટમાં હાજરી આપનાર ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશીએ પણ કંગના વિશે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- મેં આ વિશે વાંચ્યું છે અને વીડિયો પણ જોયો છે. આ ખૂબ જ આઘાતજનક હતું. કંગના સાથે જે પણ થયું તે ઘણું ખોટું હતું. આ એક ગુનો છે, જેને બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં.
એક્ટર સિકંદર ખેર
સિકંદર ખેર
મને નથી લાગતું કે કોઈએ આ રીતે હાથ ઉપાડવો જોઈએ. કોઈ કોઈના પર હાથ ઉપાડી શકે નહીં. જીવનમાં તમારે જે કહેવું હોય તે કહો. જ્યારે આ બધું બન્યું ત્યારે હું ત્યાં ન હતો, પરંતુ હું તેમના વિશે વાંચી રહ્યો છું. હાથ ઉપાડવો એ હિંસા છે, તે જવાબ નથી. હું એટલું જ કહી શકું છું.
એક્ટર અમન વર્મા
અમન વર્મા
જે થયું તે નહોતું થવું જોઈતું. પરંતુ હું સીઆઈએસએફની મહિલા અધિકારીઓ વિશે કંઈ કહેવા માગતો નથી, તેમના અંગત વિચારો શું છે, તેઓ કેવી રીતે જોડાયેલા છે, તેમનું પોતાનું મન કેવું છે, પરંતુ આ દુર્ભાગ્યપૂર્ણ છે, આવી ઘટનાઓ ન થવી જોઈએ.
મિકા સિંહની પોસ્ટ
મિકા સિંહે પણ આ ઘટનાને નિંદનીય ગણાવી
મીકા સિંહે કહ્યું છે કે, પંજાબી અને શીખ સમુદાય તરીકે આપણે હંમેશા સેવા અને સુરક્ષાના ક્ષેત્રમાં આપણી ઓળખ બનાવી છે. એરપોર્ટ પર કંગના રનૌત સાથે જે થયું તે દુઃખદ છે. CISFના કોન્સ્ટેબલે માત્ર લોકોની સુરક્ષા માટે તૈનાત હોવા છતાં પોતાના અંગત ગુસ્સાને કારણે એક મુસાફર પર હુમલો કર્યો હતો.’
‘જો લેડી કોન્સ્ટેબલને આટલો જ ગુસ્સો હોય તો તેમને એરપોર્ટની બહાર સિવિલ ડ્રેસમાં આ બધું કરવું જોઈતું હતું. અન્ય પંજાબી મહિલાઓને આ પગલાનું પરિણામ ભોગવવું પડી શકે છે. લેડી કોન્સ્ટેબને નોકરીમાંથી પણ કાઢી મુકવામાં આવી શકે છે.’