બેંગલુરુ3 કલાક પેહલા
- કૉપી લિંક
કર્ણાટકના બેંગલુરુમાં એક મહિલાના ઓનલાઈન પાર્સલમાંથી જીવતો કોબ્રા નીકળ્યો હતો. મહિલાએ એમેઝોન પરથી ગેમિંગ કંટ્રોલર મંગાવ્યું હતું. 17 જૂને જ્યારે તે પેકેટ ખોલી રહી હતી ત્યારે તેની અંદરથી એક ઝેરી સાપ નીકળ્યો હતો. સાપ પેકેજિંગ ટેપમાં લપેટાઈ ગયો હતો, જેના કારણે કોઈને નુકસાન થયું ન હતું.
મહિલાએ આનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ડોલની અંદર મૂકેલું અર્ધ-ખુલ્લું એમેઝોન પેકેજ બતાવવામાં આવ્યું હતું. પેકેજિંગ ટેપમાં ફસાયેલ કોબ્રા ભાગવાનો પ્રયાસ કરતો દેખાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા અને તેના પતિએ દાવો કર્યો હતો કે એમેઝોન કસ્ટમર કેરે તેમને બે કલાકથી વધુ સમય માટે હોલ્ડ પર રાખ્યા હતા. આ કારણે તેને 17-18 જૂનની મઘરાતે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ પડી હતી.
મહિલાએ કહ્યું કે તેને સંપૂર્ણ રિફંડ મળી ગયું છે, પરંતુ તે આઘાતમાં છે કે તેણે પોતાનો જીવ જોખમમાં આવી ગયો. મહિલાનો આરોપ છે કે આ ઘટના સંપૂર્ણપણે એમેઝોનની નબળી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા, વેરહાઉસમાં ગંદકી અને દેખરેખમાં બેદરકારીને કારણે બની છે.
બાદમાં લોકોએ સાપને પકડીને સલામત સ્થળે છોડી દીધો હતો. પાર્સલની અંદર જોવા મળેલો સાપ એક સ્પેક્ટેબલ કોબ્રા છે, જે મૂળ કર્ણાટકમાં મળી આવે છે.
કંપનીએ માંગી માફી, કહ્યું- તપાસ કરાવશે
આ ઘટના બાદ એમેઝોને મહિલા ગ્રાહકની માફી પણ માંગી હતી. એમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ બુધવારે (19 જૂન) જણાવ્યું હતું કે કંપની આ ઘટનાની તપાસ કરી રહી છે. અમારા ગ્રાહકો, કર્મચારીઓ અને સહયોગીઓની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે અમારા ગ્રાહકોને વિશ્વસનીય ખરીદીનો અનુભવ પ્રદાન કરવા સખત મહેનત કરીએ છીએ. અમે તેમના માટે બાબતોને યોગ્ય બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.