પંચમહાલ (ગોધરા)21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોધરાના વેજલપુર રોડ ઉપર આવેલા કોઠી સ્ટીલમાં સ્ક્રેપનું ગોડાઉન આવેલું છે. જેમાં મોડી રાત્રે અચાનક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા ગોધરા ફાયર બ્રિગેડ સહિતના જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સ્ક્રેપનો સામાન સળગીને ખાખ થઈ જતા નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા કોઠી સ્ટીલની અંદર આગ