સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ખેલાડીઓ, છેલ્લા દશકના હીરો..સુપર સ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા. આ બન્ને ખેલાડીઓએ એકસાથે T20માં નિવૃત્તિ લઈ લીધી છે. વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં 76 રનની ઇનિંગ રમીને ભારતની જીતમાં હીરો જેવી ભૂમિકા ભજવી હતી. આ પહેલાં વર્લ્ડ કપની 7 મેચમાં તેનો કુલ સ્કોર 75 રન હતો. ફાઈનલમાં તેણે એકલાએ 76 રનની ઇનિંગ રમી હતી.
વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું- ‘આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો અને અમે તેને જીતવા માગતા હતા. ભારત માટે આ મારી છેલ્લી T20 મેચ હતી. મને લાગે છે કે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે અને હવે સમય આવી ગયો છે કે નવી પેઢી આ વારસાને આગળ લઈ જાય. તે એક ખુલ્લું રહસ્ય હતું. રોહિતનો આ 9મો વર્લ્ડ કપ હતો, જ્યારે તે મારો છઠ્ઠો T20 વર્લ્ડ કપ હતો. હું છેલ્લી કેટલીક મેચમાં સારો દેખાવ કરી રહ્યો ન હતો. અત્યારે મારી અંદરની લાગણીઓ બહાર આવી શકશે નહીં.’
કેપ્ટન રોહિતે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રોહિત શર્માએ પણ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. રાહુલ દ્રવિડે પત્રકાર પરિષદમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
હું જે ઇચ્છતો હતો, તે મેળવી લીધું- રોહિત
રોહિતે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “આ મારી છેલ્લી રમત પણ હતી. ગુડબાય કહેવા માટે આનાથી વધુ સારો સમય ન હોઈ શકે. હું આ (ટ્રોફી) ખૂબ જ મેળવવા ઇચ્છતો હતો. તેને શબ્દોમાં મૂકવું ખૂબ મુશ્કેલ છે. તેણે આગળ કહ્યું, ‘હું આ જ ઇચ્છતો હતો અને એ જ થયું. હું મારા જીવનમાં આ માટે ખૂબ જ તલપાપડ હતો. ખુશી છે કે અમે આ વખતે રેખા પાર કરી.’
રોહિત શર્માએ ભારત માટે 159 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 32.05ની એવરેજ અને 140.89ની સ્ટ્રાઈક રેટથી 4231 રન બનાવ્યા છે. રોહિત શર્માના નામે T20 ઈન્ટરનેશનલમાં 5 સદી અને 32 અડધી સદી છે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા 2007માં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતો. રોહિત એકમાત્ર એવો ભારતીય ખેલાડી છે જેણે ભારત માટે બે T20 વર્લ્ડ કપ જીત્યા છે. આ સિવાય રોહિત શર્મા વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ખેલાડી તરીકે અને પછી કોચ તરીકે T20 વર્લ્ડ કપ જીત્યો છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ફોર્મેટમાં ટીમને તેના બીજા વર્લ્ડ કપ જિતાડી અને T20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેને “ગુડબાય કહેવાનો” યોગ્ય સમય ગણાવ્યો છે. ફાઈનલમાં કેન્સિંગ્ટન ઓવલ ખાતે ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું તેની થોડી મિનિટો બાદ તેના લાંબા સમયના સાથી ખેલાડી વિરાટ કોહલીએ તેની T20ની શાનદાર કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
‘ROKO’ T20માં છેલ્લીવાર એકસાથે રમતા જોવા મળ્યા.