1 મિનિટ પેહલા
- કૉપી લિંક
છેલ્લાં કેટલાક દિવસ શત્રુઘ્ન સિંહા હોસ્પિટલમાં દાખલ છે. બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ 23 જૂને એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. તેમના માટે આ ખુશીનો દિવસ હતો, જો કે લગ્નના બે દિવસ બાદ જ તેમના પિતા શત્રુઘ્ન સિંહાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન પછી શત્રુઘ્ન સિંહા તેમના ઘરના ડાઇનિંગ રૂમમાં પડી ગયા હતા. ઈજા બાદ તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલના એક મીડિયા રિપોર્ટ અનુસાર, શત્રુઘ્ન સિંહાને 25 જૂને તેમના ઘરે ઇજા થઇ હતી. તેની પાંસળીમાં ગંભીર ઈજા થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શત્રુઘ્ન સિંહા તેમના ઘરના લિવિંગ રૂમમાં સોફા પરથી ઉઠવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમનો પગ કાર્પેટના ખૂણામાં અથડાયો, જેના કારણે તેમણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે સોનાક્ષી સિંહા તેમની સાથે ત્યાં હાજર હતી. પિતાને પડતા જોઈને સોનાક્ષીએ તરત જ તેમને પકડી લીધા હતા.
સોનાક્ષી-ઝહીરના લગ્નમાં શત્રુઘ્ન સિંહા.
તો માહિતી તો એવી પણ મળી રહી છે કે જો સોનાક્ષી ત્યાં હાજર ન હોત અને તેને પકડી ન લીધા હોત તો વધારે ઇજા થઈ શકી હોત. શરૂઆતમાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ તેમણે આરામ કરતા સારું લાગ્યું હતું, જોકે બીજા દિવસે સવારે તેમનો દુખાવો વધી ગયો હતો. શત્રુઘ્નએ તેમના પરિવારને જણાવ્યું કે તેમને પાંસળીમાં દુખાવો છે. આ પછી તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા.
ડોક્ટરોની સલાહ પર એડમિટ કરવામાં આવ્યા
હોસ્પિટલમાંરૂટિન ચેકઅપ બાદ ડોક્ટરોએ શત્રુઘ્ન સિંહાને હોસ્પિટલમાં દાખલ રહેવાની સલાહ આપી હતી.
સોનાક્ષી-ઝહીર હોસ્પિટલ પહોંચ્યા હતા
નવપરિણીત સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ શત્રુઘ્ન સિંહાની તબિયત પૂછવા માટે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનાક્ષી સિંહાએ 23 જૂને લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે સિવિલ મેરેજ કર્યા હતા. લગ્નના સમાચાર સામે આવ્યા બાદ એવા સમાચાર પણ આવ્યા હતા કે શત્રુઘ્ન સિંહા આ લગ્નથી ખુશ નથી. જોકે, સમય જતાં તેમણે પોતાની નારાજગી દૂર કરી અને ખુશી-ખુશી લગ્નમાં હાજરી આપી. સોનાક્ષીના બાંદ્રા હાઉસમાં યોજાયેલા આ લગ્નમાં તે સોનાક્ષી સાથે ઉભો જોવા મળ્યો હતો. સોનાક્ષીએ તેનો હાથ પકડી રાખ્યો હતો.
સોનાક્ષી-ઝહીરના સિવિલ મેરેજ માટે જઈ રહ્યા છે શત્રુઘ્ન સિંહા.
સોનાક્ષીના લગ્નના અંગે થયો હતો વિવાદ
સોનાક્ષી સિંહાના લગ્ન બાદ બિહારની હિન્દુ શિવભવાની સેનાએ તેનો વિરોધ કર્યો છે અને ધમકી આપી છે કે તેઓ સોનાક્ષીને બિહારમાં પ્રવેશવા દેશે નહીં. સતત વિરોધ વચ્ચે શત્રુઘ્ન સિન્હાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘આનંદ બક્ષી સાહેબે આવા પ્રોફેશનલ વિરોધીઓ માટે ખૂબ જ સારી વાત લખી હતી – કુછ તો લોગ કહેંગે, લોગ કા કામ હૈ કહેના.
હું માત્ર એટલું જ કહેવા માગુ છું કે જે લોકો કહે છે તે નકામા અને કોઈ કામ વગરના હોય, તો કહેવું તે તેમનું કામ બની જાય છે. મારી દીકરીએ કશું ગેરકાયદે કે ગેરબંધારણીય કર્યું નથી. લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનો અત્યંત અંગત નિર્ણય છે. આ અંગે કોઈને પણ ટિપ્પણી કરવાની કે દખલ કરવાની છૂટ નથી. જે લોકો લગ્નનો વિરોધ કરી રહ્યા છે, હું તેમને કહીશ કે જાઓ અને જીવનમાં કંઈક સારું કરો.