24 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ હિના ખાન કેન્સર સામે ઝઝૂમી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતે પોતાના વાળ કાપતી જોવા મળી રહી છે.
હિનાની માતા વાળ કપાવવાની ના પાડી રહી છે
વીડિયોની શરૂઆતમાં હિનાની માતા રડી રહી છે. દીકરીના વાળ કપાવવાથી તે ખુશ નથી. હિના તેમની માતાને સમજાવી રહી છે કે આ ફક્ત વાળ છે, કાપ્યા પછી નવા ઉગશે.
હિનાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલનો અવાજ પણ પાછળથી આવે છે, જે તેની માતાને રડવાની વિનંતી કરી રહ્યો છે.
હિનાના ચહેરા પર દર્દ સ્પષ્ટ દેખાતું હતું
આ પછી હિના પોતે હસતાં હસતાં કાતરથી પોતાના વાળ કાપી લે છે. આ દરમિયાન એક્ટ્રેસે ભલે પોતાનું દર્દ દબાવી દીધું, પરંતુ તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.
હેરકટ કરાવ્યા બાદ હિના કહે છે કે તે ખૂબ જ સારું અને ફ્રી ફીલ કરી રહી છે. એક્ટ્રેસને તેનો નવો લુક પસંદ આવ્યો છે. વીડિયોના અંતમાં હિનાની માતા તેના ગાલ પર કિસ કરે છે.
માતા હિનાને હેરકટ કર્યા પછી કિસ કરતી જોવા મળી
હિનાએ તેના કપાયેલા લાંબા વાળનો ફોટો પણ શેર કર્યો છે
વીડિયોની સાથે એક લાંબી નોટ પણ શેર કરી છે
આ વીડિયો શેર કરતી વખતે એક્ટ્રેસે એક લાંબી નોટ પણ શેર કરી છે. એક્ટ્રેસે લખ્યું, ‘તમે મારી માતાને રડતા સાંભળી શકો છો. મારી માટે પ્રાર્થના કરતી વખતે, તે અંદરથી પોતાની જાતને આ જોવા માટે તૈયાર કરી રહી હતી જેની તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. આ હાર્ટ બ્રેકિંગ મોમેન્ટને સંભાળવા માટે આપણા બધામાં સમાન તાકાત નથી.
હિનાએ આગળ લખ્યું, ‘ત્યાંના તમામ સુંદર લોકો માટે, ખાસ કરીને જે મહિલાઓ મારી સાથે આ યુદ્ધ લડી રહી છે, હું જાણું છું કે તે મુશ્કેલ છે. હું જાણું છું કે અમારા માટે વાળ એક તાજ જેવા છે જેને આપણે ક્યારેય ઉતારતા નથી. પરંતુ મેં મુશ્કેલીઓમાંથી જીતવાનું પસંદ કર્યું છે.
હિનાની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
હિના તેની જર્ની રેકોર્ડ કરી રહી છે
અભિનેત્રીએ આ કેપ્શનમાં એમ પણ કહ્યું હતું કે તે તેના સુંદર વાળ ખરે તે પહેલાં તેને કાપવા માગતી હતી. તે કેટલાંક અઠવાડિયા સુધી આ મેન્ટલ બ્રેક ડાઉનને સહન કરવા માગતી ન હતી. તેથી પોતાના વાળ જાતે જ કાપી નાખ્યા.
એક્ટ્રેસે કહ્યું, કે તે તેની સફર રેકોર્ડ કરી રહી છે જેથી તે કોઈને ઉપયોગી થઈ શકે. હિનાએ આ પોસ્ટમાં તેમને સપોર્ટ કરવા બદલ બોયફ્રેન્ડ રોકી જયસ્વાલનો પણ આભાર માન્યો છે.
આ પહેલાં હિનાએ એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે કેન્સર હોવાનું નિદાન થયા બાદ પણ તે એક ઈવેન્ટમાં ગઈ હતી
ઘણા સેલેબ્સે ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી
હિનાની આ પોસ્ટ પર, તેના કો-એક્ટરો સહિત ઘણા સેલેબ્સે તેના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. મૌની રોય, ગૌહર ખાન, દિશા પરમાર, રિદ્ધિ ડોગરા અને રોહન મહેરા જેવા કલાકારોએ તેમના માટે પ્રાર્થના કરી છે.
ઘણા સેલેબ્સે કમેન્ટ કરી અને હિનાના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી
હિના ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમી રહી છે
હિના ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. તેમની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારથી એક્ટ્રેસને આ વિશે ખબર પડી ત્યારથી તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સકારાત્મક પોસ્ટ્સ શેર કરી રહી છે.