3 કલાક પેહલા
- કૉપી લિંક
કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીએ મુંબઈમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ એપાર્ટમેન્ટ મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં સ્થિત એક બહુમાળી ઈમારત સંધુ પેલેસમાં છે. આ એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 3350 ચોરસ ફૂટ છે અને તેની કિંમત 20 કરોડ રૂપિયા છે.
1.20 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે
અથિયા અને રાહુલે 15 જુલાઈએ આ એપાર્ટમેન્ટ માટે 1.20 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી તેમજ 30,000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ચૂકવી છે. હાલ એ સ્પષ્ટ નથી કે રાહુલ અને અથિયા આ નવા એપાર્ટમેન્ટમાં ક્યારે રહેવાનું શરૂ કરશે, પરંતુ આ એપાર્ટમેન્ટનો કબજો મેળવ્યા બાદ તેમને ચાર કાર પાર્કિંગ સ્લોટ પણ મળશે.
પાલી હિલ, બાંદ્રા એ મુંબઈના પોશ વિસ્તારોમાંનું એક છે જ્યાં ઘણા બોલિવૂડ સેલેબ્સ રહે છે. જેમાં શાહરુખ ખાન, સલમાન ખાન, ટાઈગર શ્રોફ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, સૈફ અલી ખાન, કરીના કપૂર, આમિર ખાનના નામ સામેલ છે.
અથિયા-રાહુલના લગ્નનો ફોટો.
2023 માં લગ્ન કર્યા
અથિયા અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 23 જાન્યુઆરી, 2023ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સહિત માત્ર 100 લોકોએ હાજરી આપી હતી. અથિયાના ખાસ મિત્રો કૃષ્ણા શ્રોફ, અંશુલા કપૂર, ડાયના પેન્ટી, ક્રિકેટર ઈશાંત શર્મા અને વરુણ એરોન પણ આ ફંક્શનમાં હાજર હતા.
અથિયાએ 2015માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી
આથિયાએ 2015માં સૂરજ પંચોલી સાથે ફિલ્મ ‘હીરો’માં કામ કરીને બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે વધુ બે ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જે ‘મુબારકાં’ અને ‘મોતીચૂર ચકનાચૂર’ છે, જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ મુખ્ય ભૂમિકામાં હતો.