PRLના ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજ
અમદાવાદની ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી (PRL)ના ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજનું 2024 માટેના કોસ્પર વિક્રમ સારાભાઈ મેડલ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. 2024 માટેનો આ મેડલ અમદાવાદ સ્થિત PRLના ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજને એનાયત કરવામાં આવ્યો હતો. આ બ
.
PRL, અમદાવાદના ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજને કોસ્પર વિક્રમ સારાભાઈ મેડલ-2024 એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું હતું.
ડો. અનિલ ભારદ્વાજનું યોગદાન ભારતના તમામ મોટા મિશનમાં રહ્યું છે
વિકાસશીલ દેશોમાં અવકાશ સંશોધનમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે કોસ્પર વિક્રમ સારાભાઈ મેડલ એનાયત કરવામાં આવે છે. પ્રો. અનિલ ભારદ્વાજને ભારતના ગ્રહોની શોધ કાર્યક્રમમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે ઓળખવામાં આવે છે. પ્રો. અનિલ ભારદ્વાજ એક પ્રતિષ્ઠિત સ્પેસ અને પ્લેનેટરી સાયન્ટિસ્ટ છે જેમણે ભારતીય ગ્રહો અને અવકાશ મિશન માટે ઘણા ઈન્સ્ટ્રુમેન્ટ્સ ડેવલપ કર્યા છે. ખાસ કરીને મલ્ટી-વેવલેન્થ ઓબ્ઝર્વેશનસ ઓફ સોલાર સિસ્ટમ બોડીસ, અને થિયોરેટિકલ સ્ટડીઝ ઓફ પ્લાનેટરી એટમોસ્ફેરિક આયોનોસ્ફેરિક પ્રોસેસ પર ઊંડું સંશોધન કરીને યોગદાન આપ્યું છે. તેમના અને તેમની ટીમના સાયન્ટિફિક પ્રયોગો ચંદ્ર પરના તમામ ભારતીય મિશન એટલે કે ચંદ્રયાન-1, ચંદ્રયાન-2, ચંદ્રયાન-3 લેન્ડર્સ અને રોવર્સ તેમજ મંગળ (મંગલયાન) અને સૌર મિશન આદિત્ય-L1માં કરવામાં આવ્યા છે.
એવું બીજીવાર થયું છે કે, જ્યારે ઈસરોના કોઈ વૈજ્ઞાનિકને આ પ્રતિષ્ઠિત એવોર્ડ કોસ્પર વિક્રમ સારાભાઈ મેડલ એનાત કરવામાં આવ્યો હોય. આની પહેલાં સ્વ. પ્રોફેસર યુ.આર.રાવને 1996માં બર્કિંગહામ, યુકેમાં કોસ્પર એસેમ્બલી મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
COSPAR સંસ્થા શું છે?
સ્પેસ સાયન્ટિસ્ટ માટે સૌથી મોટા મંચમાંની એક, સ્પેસ રિસર્ચ કમિટિ (COSPAR)ની સ્થાપના 1958માં તત્કાલિન સોવિયત સંઘ દ્વારા કરાઈ હતી. 1957માં પહેલો ઉપગ્રહ લોન્ચ કરવાના માનમાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા દર બે વર્ષે સાયન્ટિફિક એસેમ્બલી યોજે છે. જેમાં દુનિયાભરના લગભગ 3 હજાર વૈજ્ઞાનિકો ભાગ લે છે. આ તબક્કે PRLના વર્તમાન ડાયરેક્ટર ડો. અનિલ ભારદ્વાજનું આ મેડલથી સન્માન થવું એ ભારતના અવકાશ ક્ષેત્ર માટે, PRL માટે અને અમદાવાદ માટે પણ બહુ મોટા ગર્વની વાત છે.
અમદાવાદનું PRL બિલ્ડીંગ . (ફોટો સોર્સ : PRL)