ગુરુપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિમાં અતિ મહત્વનો તહેવાર છે, જે ગુરુઓને શ્રદ્ધા અને આદર વ્યક્ત કરવા માટે મનાવવામાં આવે છે. આ દિવસ ગુરુ-શિષ્ય પરંપરાની ઉજવણી છે, જ્યાં શિષ્ય તેના ગુરુને તેમની પાસેથી મળેલી વિદ્યા અને જીવનમાં સર્વાંગીણ વિકાસ માટે મળેલ માર્ગદ
.
ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ નિમિત્તે ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન હાઈસ્કૂલ પાટણમાં વિદ્યાર્થીઓ માટે વકૃત્વ અને ગીત સ્પર્ધા યોજાઈ. માઘ્યમિક વિભાગમાંથી વકૃત્વ તેમજ ગીત સ્પર્ધામાં 25 જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો. ગુરુ -શિષ્ય સંબંધ વિશે ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યા તેમજ ગીત રજૂ કર્યા. આ બન્ને સ્પર્ધાઓ માં માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ વિજેતા જાહેર કરવામાં આવ્યા.
માધ્યમિક વિભાગ ની વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે બારોટ ધાર્મિક દીપકભાઈ, દ્વિતીય નંબરે પ્રજાપતિ વિધિ નારણભાઇ તેમજ તૃતીય નંબરે ઠાકોર મિતેશ સોવનજી રહ્યા હતા. તેમજ માધ્યમિક વિભાગની ગીતસ્પર્ધામાં પણ ખુબજ સુંદર ગીત રજુ કરવા બદલ 3 વિધાર્થીઓને એક થી ત્રણ નંબર આપી બીરદાવવામાં આવ્યા.જેમાં પટણી સ્નેહા ભુપતભાઇએ પ્રથમ નંબર, રાવલ પ્રિયા પ્રહલાદભાઈએ દ્વિતીય નંબર તેમજ રાવલ સુશીલ પ્રકાશભાઈએ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો.
ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વકૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પંચાલ માહી નિતેશભાઈ પ્રથમ નંબરે, રાવળ કૃપા દેવેન્દ્ર કુમાર દ્વિતીય નંબરે, ભરવાડ બાબા ભાઈ લક્ષ્મણભાઈએ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. ગીત સ્પર્ધામાં ઠાકોર જોગાજી પવાજી એ પ્રથમ સ્થાન, પટેલ કાવ્યા કિરીટભાઈએ દ્વિતીય સ્થાન તેમજ પટેલ ગ્રીમી વિકાશકુમારે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું.
આ પાવન પ્રસંગે *શાળાના આચાર્યશ્રી ધનરાજભાઈ ઠક્કરે એક ગુરુ તરીકે વિદ્યાર્થીઓ પાસેથી ગુરુ દક્ષિણામાં એક વચન માગ્યું જે પણ વિદ્યાર્થી વ્યસન કરતા હોય વ્યસન ત્યજી દે જો આપ આમ કરશો તે જ ગુરુ માટે સાચી ગુરુદક્ષિણા હશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરતીબેન અણીયાળીયા, વિરમજી ઠાકોર, ડૉ.ગાયત્રીબેન રાવલ દ્વારા કરવામાં આવ્યુ.