14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ચંદ્રાબાબુ નાયડુનો મુખ્યમંત્રી તરીકે આ ચોથો કાર્યકાળ છે. આ સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
ચંદ્રાબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ પહોંચ્યા.
શપથ ગ્રહણ સમારોહમાં PM ઉપરાંત કેન્દ્રીય મંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, નીતિન ગડકરી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.
આ સાથે જ તેલુગુ ફિલ્મ સ્ટાર પવન કલ્યાણે પણ મંત્રી પદના શપથ લીધા.
ચંદ્રાબાબુ નાયડુના પુત્ર અને ટીડીપીના મહાસચિવ નારા લોકેશે પણ આંધ્રપ્રદેશના મંત્રી તરીકે શપથ લીધા.
ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં અભિનેતા ચિરંજીવી અને રજનીકાંત પણ હાજર રહ્યા હતા.
આંધ્ર પ્રદેશમાં NDAમાં TDP, BJP અને જનસેનાનો સમાવેશ થાય છે. એનડીએને 164 બેઠકો સાથે વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી મળી છે.