સ્પાઇસ જેટ એરલાઇન્સ અન્ય એરલાઇન્સની સરખામણીએ સસ્તી ટિકિટમાં મુસાફરને એક સ્થળથી બીજા સ્થળ લઈ જાય છે. પરંતુ સસ્તાની લાલચમાં મુસાફરોને હાલાકી વેઠવી પડે છે. અમદાવાદ એરપોર્ટથી સ્પાઇસ જેટ એરલાઇન્સ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ઉડાન ભરે છે. તેમાં ઇન્
.
સ્પાઇસ જેટ એરલાઇન્સ પાસે રૂપિયા ન હોવાથી એરલાઇન્સ પાસે એરક્રાફ્ટનો પણ અભાવ છે. થોડા દિવસ અગાઉ કોલંબિયાની સ્કાય અંગકોર દ્વારા લીઝ પર આપવામાં આવેલા એરક્રાફ્ટ ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેને કારણે પણ મુસાફરોને ટેક ઓફના થોડા સમય પહેલા જ ફ્લાઇટ રદ થઈ હોવાની જાણકારી આપવામાં આવી હતી. તેને કારણે પણ મુસાફરો રોષે ભરાયા હતા. ત્યારે ફરી એક વખત મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એરલાઇન્સ પાસે એરક્રાફ્ટની કમી છે તથા કોઈપણ એરક્રાફ્ટ બે ત્રણ સેક્ટરમાં ટ્રીપ કરે પછી તેના ટાયર ચેન્જ કરવાની ફરજ પડે છે તેના માટે પણ એરલાઇન્સ પાસે ટાયર ખરીદવા માટે પૂરતા નાણા ન હોવાથી ફ્લાઈટ સમયસર પહોંચી શકતી નથી અને પૂરતા એરક્રાફ્ટ ન હોવાથી એક જ એરક્રાફ્ટની વારંવાર એક સેક્ટરથી બીજા સેક્ટરમાં જવાનું હોવાથી કેટલીક વખત વિવિધ કારણોસર મોડી થાય છે.
મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો
ત્યારબાદના તમામ સેક્ટરમાં ફ્લાઇટ વિલંબિત થતી હોવાથી મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તથા એક હજારથી વધુ કર્મચારીઓને એકસાથે છુટા કરી દેવામાં આવ્યા હતા તથા છેલ્લા બેથી ત્રણ મહિનાથી કર્મચારીઓને પગાર ચૂકવવા જેટલા નાણા પણ એરલાઇન્સ પાસે રહ્યા નથી. આ ઉપરાંત એરલાઇન્સ જે સોફ્ટવેરનો ઉપયોગ કરે છે તેની ફી ચૂકવવા માટે પણ પૂરતા નાણાં ન હોવાથી આ તમામ સમસ્યા ઉભી થાય છે.
દિલ્હીની ફ્લાઇટ પણ ડીલે કરવામાં આવી હતી
અમદાવાદથી સાંજે 4:30 કલાકે ઉડાન ભરીને દુબઈ જતી ફ્લાઇટ ગઈકાલે મદ્રાસ સુધી ટેક ઓફ ન થતા મુસાફરો અત્યંત રોષે ભરાયા હતા અને એરલાઇન્સ દ્વારા પણ વારંવાર ફ્લાઇટ ડીલે કરવામા આવી છે તેવું અનાઉન્સમેન્ટ કરતા આખરે મુસાફરોમાં રોષ ભભૂક્યો હતો. જો કે, એરલાઇન્સ દ્વારા અમદાવાદ એરપોર્ટને પણ વારંવાર ફ્લાઇટ ડીલે કરવા માટે જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સવારે 11:10 કલાકે ટેક ઓફ થઈને અયોધ્યા જતી ફ્લાઇટ પણ સાત કલાક કરતાં પણ વધુ સમય બાદ સાંજે 6:00 વાગ્યા પછી ટેક ઓફ થઈ હતી. એટલે કે, બે કલાક જેટલા સમય માટેની ફ્લાઇટ માટે મુસાફરોને સાત કલાક વિલંબ કરવો પડ્યો હતો. ત્યારબાદ ફ્લાઇટ ટેક ઓફ થઈને અયોધ્યા પહોંચી હતી. જ્યારે દિલ્હીની ફ્લાઇટ પણ ડીલે કરવામાં આવી હતી.
અયોધ્યા જતી ફ્લાઇટ એક કલાકના વિલંબ બાદ ટેક ઓફ થઈ
આજે પણ સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા મુસાફરી કરતા મુસાફરોની સ્થિતિ વણસી છે. કારણ કે, અમદાવાદથી ગોવા તથા દિલ્હી જતી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. વહેલી સવારે ત્રણ વાગ્યે અમદાવાદથી દિલ્હી જતી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઈટ દોઢ કલાકના વિલંબ બાદ ટેક ઓફ થઈ શકી હતી. અયોધ્યા જતી ફ્લાઇટ એક કલાકના વિલંબ બાદ ટેક ઓફ થઈ હતી. જ્યારે આજે પણ સાંજે 4:35 કલાકે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઇટ સાંજે 5 વાગ્યા બાદ ટેક ઓફ થાય તેવી શક્યતા છે.