4 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના સૌથી પ્રખ્યાત સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાન અને જાવેદ અખ્તર પર આધારિત ડોક્યુમેન્ટરી સિરીઝ ‘એંગ્રી યંગ મેન’નું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું.
તાજ લેન્ડ્સ એન્ડ, મુંબઈ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સલીમ-જાવેદ પોતે અને તેમનાં બાળકો સલમાન ખાન, ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર સહિત આખો પરિવાર હાજર હતો.
ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સલીમ અને જાવેદ પહોંચ્યા હતા
‘તે સારું છે કે, બંનેમાંથી કોઈએ અભિનય કર્યો નથી’
ઈવેન્ટમાં સલમાને કહ્યું- ‘જ્યારથી હું હોશમાં આવ્યો છું ત્યારથી હું માત્ર સલીમ-જાવેદને જ ઓળખું છું. આ બંને આજ સુધીના સૌથી મોંઘા લેખકો છે અને હજુ પણ છે. સારું થયું કે બંનેએ અભિનય ન કર્યો, નહીં તો કલ્પના કરો કે પોતાના માટે તેઓ લખતા હોત તો શું થાત.’
ઈવેન્ટમાં સલમાને એ પણ ખુલાસો કર્યો હતો કે અભિનેતા મનોજ કુમારે ફિલ્મ ‘ક્રાંતિ’ માટે સલીમ-જાવેદને ક્રેડિટ નથી આપી.
સલીમ અને જાવેદ સ્ટેજ પર પહોંચતા પહેલા સલમાને આ ડોક્યુમેન્ટરી અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા.
જાવેદ અખ્તરે સલીમ ખાનને ફિલ્મ લખવા વિનંતી કરી
જાવેદ અખ્તરે ખુલાસો કર્યો કે તેણે સલીમ ખાનને વિનંતી કરી છે અને હવે તે ફરી એકવાર ફિલ્મ લખવા જઈ રહ્યા છે. તે સમયે પણ તે સૌથી મોંઘા હતા અને હવે તો કહેવું જ શું?
આ અવસર પર જ્યાં સુધી સલમાનના પિતા સલીમ ખાન સ્ટેજ પર બેઠા રહ્યા ત્યાં સુધી સલમાન તેમની પાછળ ઉભો રહ્યો.
સલમાને પોતાનો ફેવરિટ ડાયલોગ સંભળાવ્યો- મારી પાસે મા છે
ઈવેન્ટમાં હાજર દરેકે સલીમ-જાવેદ દ્વારા લખેલા પોતપોતાના મનપસંદ ડાયલોગ્સ બોલ્યા. આ અવસર પર સલમાને જણાવ્યું કે તેનો ફેવરિટ ડાયલોગ છે – ‘મેરે પાસ મા હૈ, વો ભી દો..’ ઈવેન્ટમાં જાવેદ સાહેબે સલમાન અને અરબાઝના બાળપણ વિશે ઘણા રસપ્રદ ખુલાસા પણ કર્યા હતા.
સ્ટેજ પર જાવેદ અખ્તરની પુત્રી ઝોયા અખ્તર
સલમાને ટ્રેલરમાં કહ્યું, ‘હું પહેલીવાર નર્વસ છું’
રિલીઝ થયેલી સિરીઝના ટ્રેલરમાં સલીમ-જાવેદની હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી વાર્તા બતાવવામાં આવી છે. 2 મિનિટ 40 સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત સલમાન ખાનના ડાયલોગથી થાય છે જેમાં તે કહે છે કે મેં આજ સુધી ઈન્ટરવ્યૂ આપ્યા છે પરંતુ હું પહેલીવાર નર્વસ છું. ટ્રેલરમાં સલીમ-જાવેદ પણ પોતાની સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરતા જોવા મળી રહ્યા છે.
સલમાન અને ફરહાન બંનેએ ટ્રેલરમાં પોતાની સ્ટોરી શેર કરી છે
ટ્રેલરમાં સલીમ ખાન કહે છે કે આ ડોક્યુમેન્ટરી જોયા પછી મને હોલિવૂડમાંથી ફોન આવવો જોઈએ કે અમારી પાસે સ્ટાર્સની કમી છે
અમિતાભથી લઈને હૃિતિક સુધીની વાતો શેર કરી હતી
આ સિવાય અમિતાભ બચ્ચન, આમિર ખાન, શત્રુઘ્ન સિન્હા અને હૃિતિક રોશન સહિત અન્ય ઘણા સેલેબ્સ પણ જોવા મળ્યા હતા. ટ્રેલરમાં સલીમ-જાવેદના ઘણા દુર્લભ જૂના ફૂટેજ પણ સામેલ છે, જે તેમની અંગત જીવન, મિત્રતા અને તેઓએ સાથે કરેલી 24 ફિલ્મોમાં તેમની સર્જનાત્મકતા દર્શાવે છે.
આ ટ્રેલરમાં સલીમ અને જાવેદ સાથે જોડાયેલા દુર્લભ વીડિયો અને ફોટા પણ બતાવવામાં આવ્યા છે.
નવોદિત નમ્રતા રાવે દિગ્દર્શન કર્યું હતું
‘એંગ્રી યંગ મેન’ સલમાન ખાન ફિલ્મ્સ, એક્સેલ મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ અને ટાઈગર બેબી દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. તેના એક્ઝિક્યુટિવ નિર્માતાઓમાં સલમા ખાન, સલમાન ખાન, રિતેશ સિધવાની, ફરહાન અખ્તર, ઝોયા અખ્તર અને રીમા કાગતી જેવા મોટા નામો સામેલ છે. આ સિરીઝનું નિર્દેશન નમ્રતા રાવ દ્વારા કરવામાં આવ્યું છે, જે આની સાથે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે. 3 એપિસોડની આ શ્રેણી 20 ઓગસ્ટના રોજ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.
ડોક્યુમેન્ટ્રીના ટ્રેલરમાં આમિર ખાન, અમિતાભ બચ્ચન, કરણ જોહર અને શત્રુઘ્ન સિન્હા સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા.
સલીમ-જાવેદને બોલિવૂડની સૌથી હિટ લેખક જોડી માનવામાં આવે છે. 1970ના દાયકામાં બંનેએ ‘શોલે’, ‘જંજીર’, ‘દીવાર’, ‘યાદો કી બારાત’ અને ‘ડોન’ સહિત ઘણી હિટ ફિલ્મો આપી હતી.