- Gujarati News
- National
- CCTV Of The Wayanad Deluge Surfaced, Scenes Were Created As If A Waterfall Had Flowed From The Top Of The Building; The Breath Will Stop At The Sight
2 કલાક પેહલા
- કૉપી લિંક
કેરળના વાયનાડમાં 30 જુલાઈ, 2024ની મધરાત્રે ભારે વરસાદના કારણે પહાડો પરથી પાણીનો પ્રવાહ વાયનાડ અને આસપાસના ગામોમાં ત્રાટક્યો હતો અને પહાડના ઘણા ભાગ તૂટીને ગામો પર પડ્યા હતા. આ પ્રલયમાં સંખ્યાબંધ લોકો મર્યા હતા અને સંખ્યાબંધ ઈજા પામ્યા હતા. કેરળની આ ઘટના બાદ દેશ વાયનાડની મદદે પહોંચ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિનાશનું હવાઈ નીરિક્ષણ કરીને ઘાયલો સાથે મુલાકાત કરી હતી. આ ઘટનાને 19 દિવસ વીતિ ચૂક્યા છે તો પણ હજી વાયનાડને ફરી બેઠું કવાયત કરવામાં આવી રહી છે. જે લોકો બચી ગયા છે તેમને સરકારી છાવણીમાં આશરો આપવામાં આવ્યો છે. ઘણા લોકોના ઘરના ઘર તબાહ થઈ ગયા છે. એ લોકોને ફરી કેમ વસાવવા તે પડકાર પણ છે. આ પડકારો વચ્ચે 19 દિવસ બાદ વાયનાડની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં જોવા મળે છે કે, વાયનાડની શેરીમાં અને ઘરની ઉપરથી ધોધની જેમ પાણી વહી રહ્યું છે. આ પાણી પહાડો પરથી આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ સીસીટીવી વાયરલ થઈ રહ્યાં છે. આ સીસીટીવી વાયનાડના જ છે, તેવી પુષ્ટિ દિવ્ય ભાસ્કર કરતું નથી. વીડિયો જોવા ઉપરની ઈમેજ પર ક્લિક કરો.