24 મિનિટ પેહલા
- કૉપી લિંક
મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલા કલાકારો પર જાતીય શોષણની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ દરમિયાન અનિલ કપૂરની કો-સ્ટાર રહેલી અભિનેત્રી ખુશ્બૂ સુંદરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેના પિતાએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. વર્ષો સુધી મૌન રહ્યા બાદ અભિનેત્રીએ હવે આ મામલે પોતાનો અવાજ ઉઠાવ્યો છે.
અભિનેત્રીએ તેના અધિકૃત X પ્લેટફોર્મ પર લખ્યું છે – સલામ એ મહિલાઓને કે જેઓ તેમની બંદૂકોને વળગી રહી અને જીતી ગઈ. બળાત્કારના કિસ્સા રોકવા માટે હેમા કમિટીની જરૂર હતી. પણ શું આ અટકશે? દુર્વ્યવહાર, જાતીય તરફેણની માગણી કરવી અને સ્ત્રીઓ સાથે સમાધાનની અપેક્ષા રાખવી, દરેક ક્ષેત્રમાં થાય છે. શા માટે માત્ર સ્ત્રીઓએ આ સહન કરવું જોઈએ? પુરુષો સાથે પણ આવું થાય છે, પરંતુ તેનું નુકસાન મહિલાઓ જ ભોગવવું પડે છે.
અભિનેત્રીએ આગળ લખ્યું, મેં મારી 24 અને 21 વર્ષની દીકરીઓ સાથે આ વિશે વાત કરી. તે પીડિતોને કેવી રીતે સમજી શકી તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તમે તેના વિશે આજે બોલો કે કાલે બોલો તેનાથી કોઈ ફરક પડતો નથી, ફક્ત બોલો. તરત જ બોલવાથી, તપાસ વધુ સારી રીતે થશે અને તમે ઝડપથી એ આઘાત માંથી બહાર આવી શકશો.
અભિનેત્રીએ તેના ટ્વીટમાં આગળ લખ્યું,- એક મહિલા અને માતા હોવાને કારણે આ પ્રકારની હિંસા માત્ર શરીરને જ નહીં પરંતુ આત્માને પણ હચમચાવી નાખે છે. ક્રૂરતાના આ કિસ્સાઓ આપણા વિશ્વાસ, પ્રેમ, શક્તિ અને પાયાને હચમચાવી નાખે છે. કેટલાક લોકો મને પૂછે છે કે, તમારા પિતા દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો તે વિશે આ બધું કહેવામાં તમને આટલો સમય કેમ લાગ્યો? હું માનું છું કે મારે આ બધું પહેલા કહેવું જોઈતું હતું. પણ મારી સાથે જે કંઈ થયું તે કોઈ સમાધાન માટે થયું નથી.મારું તે વ્યક્તિના હાથે મારું શોષણ થયું જ્યારે હું પડું ત્યારે મને ટેકો આપવા માટે સૌથી મજબૂત હાથ હોવો જોઈએ.
પોતાના ટ્વીટના અંતમાં અભિનેત્રીએ લખ્યું છે કે, સમજી શકાય છે કે ઘણી મહિલાઓને તેમના પરિવારનો સહારો નથી. તેઓ નાના શહેરોમાંથી તેમની આંખોમાં સપના સાથે આવે છે અને તેમને આશા હોય છે કે તેઓ અહીં ચમકશે. પરંતુ ઘણીવાર તેમના સપના ચકનાચૂર થઈ જાય છે. આ વેક-અપ કોલ જેવું હોવું જોઈએ. આ શોષણ અહીં બંધ કરો. મહિલાઓએ ખૂલીને વાત કરવી જોઈએ. યાદ રાખો કે જીવનમાં તમારી પાસે હંમેશા પસંદગી હોય છે. તમારું ના એટલે ના. તમારી ગરિમા સાથે ક્યારેય સમાધાન ન કરો. એક મહિલા અને માતા તરીકે હું તમામ પીડિતોની સાથે ઊભી છું.’
નોંધનીય છે કે, મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓના શારીરિક શોષણના મામલાની તપાસ માટે 2019માં હેમા કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ 4 વર્ષ બાદ 19 ઓગસ્ટે કેરળ સરકારને 233 પાનાનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં ઘણા મોટા કલાકારો દ્વારા શારીરિક શોષણના કિસ્સાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ સામે આવતા જ ઘણી અભિનેત્રીઓ પોતાની સાથે થયેલા શોષણની ઘટનાઓ વિશે ખૂલીને વાત કરી રહી છે.
તાજેતરમાં જ અભિનેત્રી મીનૂ મુનીરે વરિષ્ઠ મલયાલી અભિનેતા મુકેશ સહિત 7 કલાકારો સામે ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રી રેવતી સંપતે પણ વરિષ્ઠ અભિનેતા સિદ્દીકી વિરુદ્ધ કલમ 354 હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ કેસોની તપાસની જવાબદારી એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ને સોંપવામાં આવી છે. જે આવા કેસ માટે રચવામાં આવી છે.
નોંધનીય છે કે, 53 વર્ષની અભિનેત્રી ખુશ્બૂ સુંદર સાઉથ સિનેમાનું જાણીતું નામ છે. અભિનેત્રી ‘લાવારિસ’, ‘નસીબ અપના-અપના’, ‘કાલિયા’, ‘મેરી જંગ’ જેવી હિન્દી સિનેમાની ડઝનેક ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. ખુશ્બૂએ ‘મેરી જંગ’ ફિલ્મમાં અનિલ કપૂરની બહેનની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રી હોવા ઉપરાંત ખુશ્બૂ ભારતીય જનતા પાર્ટીની નેતા છે. વર્ષ 2000માં ખુશ્બૂએ દક્ષિણના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સી. સુંદર સાથે લગ્ન કર્યા.