નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે જીઉ-જિત્સુ (માર્શલ આર્ટનું એક સ્વરૂપ) કરતા જોવા મળે છે. X પર કરેલી પોસ્ટના અંતમાં તેમણે લખ્યું છે- ભારત ડોજો (DOJO) યાત્રા, કમિંગ સૂન.
ડોજો એટલે માર્શલ આર્ટનું પ્રશિક્ષણ કેન્દ્ર અથવા શાળા, જ્યાં સ્વ-બચાવ માટે વિવિધ માર્શલ આર્ટ્સ શીખવવામાં આવે છે. આ પોસ્ટ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાહુલ ટૂંક સમયમાં સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ માટે કોઈ પહેલ કરવા જઈ રહ્યા છે.
વીડિયોમાં રાહુલ સાથે અરુણ શર્મા જોવા મળી રહ્યા છે. અરુણ જીઉ-જિત્સુમાં બ્લેક બેલ્ટ છે.
રાહુલે લખ્યું- જીઉ-જિત્સુ એ ફિટ રહેવાની રીત
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જ્યારે અમે હજારો કિલોમીટરની યાત્રા કરી રહ્યા હતા, ત્યારે અમારી શિબિરમાં દરરોજ સાંજે જીઉ-જિત્સુ પ્રેક્ટિસ રૂટિન હતું. ફિટ રહેવાની આ એક સરળ રીત હતી. પરંતુ તે ટૂંક સમયમાં જ સામુદાયિક પ્રવૃત્તિમાં ફેરવાઈ ગઈ. અમે જે શહેરમાં રોકાયા હતા તે દરેક શહેરમાં યાત્રાના સહભાગીઓ અને તે શહેરોના યુવા માર્શલ આર્ટના વિદ્યાર્થીઓ ભાગ લેતા.
અમારો હેતુ આ યુવાનોને આ જેન્ટલ આર્ટની સુંદરતા જણાવવાનો હતો. ધ્યાન એ જીઉ-જિત્સુ,આઇકિડો અને નોન વાયલન્સ તકનીકોનું કોમ્બિનેશન છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ હિંસાને બદલે નમ્રતા અપનાવે, જે તેમને વધુ દયાળુ અને સુરક્ષિત સમાજ બનાવવામાં મદદ કરી શકે.
આ રાષ્ટ્રીય રમતગમત દિવસ પર હું તમારા બધા સાથે મારો અનુભવ શેર કરવા માગુ છું, આશા છે કે તમારામાંથી કેટલાક જેન્ટલ આર્ટનો અભ્યાસ કરવા માટે પ્રેરિત થશે. ઈન્ડિયા ડોજો ટુર ટૂંક સમયમાં આવી રહી છે.
DOJO શું છે, જેના વિશે રાહુલે લખ્યું
ડોજો એક પ્રકારની માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ સ્કૂલ છે. એક એવી જગ્યા જ્યાં લોકો જુડો, કરાટે અથવા અન્ય કોઈ માર્શલ આર્ટનો અભ્યાસ કરે છે. જાપાનીઝમાં ડોજોનો અર્થ છે- જવાનો રસ્તો. સૌથી પહેલા ડોજો બૌદ્ધ મંદિરોની અંદર બનેલા હતા. જ્યાં સઘન પ્રેક્ટિસ થતી હતી. જેમાં કેન્ડોની માર્શલ આર્ટની સાથે ધ્યાનનો સમાવેશ થતો હતો.
આઇકિડોમાં બ્લેક બેલ્ટ અને જીઉ-જિત્સુમાં બ્લુ બેલ્ટ છે રાહુલ ગાંધી
રાહુલ ગાંધીને 2013માં આઇકિડોમાં બ્લેક બેલ્ટ આપવામાં આવ્યો હતો.
વીડિયોમાં રાહુલ ગાંધી બાળકોને કહેતા જોવા મળે છે કે તેઓ આઇકિડોમાં બ્લેક બેલ્ટ છે અને જીઉ-જિત્સુમાં બ્લુ બેલ્ટ છે. 2017માં કોંગ્રેસના X પર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર, રાહુલ આઇકિડોની ઓછામાં ઓછી 130 તકનીકો જાણે છે.
આઇકિડોના 9 સ્તર હોય છે. દરેક સ્તરે બ્લેક બેલ્ટ છે. રાહુલે લેવલ-1માં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો છે. આ બિન આક્રમક રમત છે. આની કોઈ ચેમ્પિયનશિપ થતી નથી. આ માત્ર સેલ્ફ ડિફેન્સની કળા છે. જે તમને ફિટ અને શાંત રાખે છે.
આઈકિડો એ જાપાનની માર્શલ આર્ટ છે
આઈકિડો એક માર્શલ આર્ટ છે. આ એક ઐતિહાસિક માર્શલ આર્ટ છે, જેનો ઉપયોગ કોઈપણ હથિયાર વગર કરવામાં આવે છે. તેની શોધ મોરીહાઈ ઉશેબા દ્વારા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આઈકિડો 1920માં જાપાનમાં ઉદ્ભવ્યો હતો. આ પછી સમગ્ર વિશ્વમાં લોકો તેને શીખવા લાગ્યા.
અગાઉ ભારત જોડો અને ભારત જોડો ન્યાય યાત્રા કરી ચૂક્યા છે રાહુલ
રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરી 2024ના રોજ મણિપુરના થોબલથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી. તે 20 માર્ચ 2024ના રોજ મુંબઈમાં સમાપ્ત થઈ. અગાઉ, સપ્ટેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી હતી. ભારત જોડો ન્યાય યાત્રા તેનો જ બીજો તબક્કો હતો.