3 કલાક પેહલા
- કૉપી લિંક
કંગનાની વિવાદાસ્પદ ફિલ્મ ઈમરજન્સીને લઈને આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજી કંગના અને ઝી સ્ટુડિયો દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેણે વાંધો ઉઠાવ્યો છે કે સીબીએફસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) એ અગાઉ ફિલ્મને પ્રમાણપત્ર આપ્યું હતું, પરંતુ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાના 4 દિવસ પહેલા તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.
આજે જસ્ટિસ બી.પી. કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલાની બેંચમાં થયેલી સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે અભિવ્યક્તિની આઝાદીને માત્ર ખલેલની આશંકા પર રોકી શકાય નહીં. સર્ટિફિકેશન બાબતે સીબીએફસીએ કોઈક રીતે નિર્ણય લેવો પડશે.
CBFCના અધિકારીઓને હાઇકોર્ટે ઠપકો આપ્યો બોમ્બે હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં કોર્ટે સીબીએફસીને ઠપકો આપતા કહ્યું હતું કે, સેન્સર બોર્ડ કોઈ ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો માત્ર એટલા માટે ઈન્કાર કરી શકે નહીં કારણ કે તેનાથી ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા થવાની સંભાવના છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે શું ભારતના લોકો એટલા નિર્દોષ છે કે તેઓ ફિલ્મમાં બતાવવામાં આવેલી દરેક વાત પર વિશ્વાસ કરશે.
આ કેસની આગામી સુનાવણી 25 સપ્ટેમ્બરે થશે બેન્ચે સુનાવણીમાં કહ્યું છે કે, તમારે (CBFC) કોઈ રીતે નિર્ણય લેવો પડશે. ફિલ્મ રિલીઝ ન થઈ શકે એ કહેવાની તમારી હિંમત હોવી જોઈએ. કમ સે કમ તો અમે તમારી હિંમત કદર કરીશું. અમે નથી ઈચ્છતા કે CBFC અધવચ્ચે અટવાઈ જાય. બેન્ચે સેન્સર બોર્ડને 25 સપ્ટેમ્બર સુધીમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવાનો આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 25 સપ્ટેમ્બરે થશે..
બોમ્બે હાઈકોર્ટમાં છેલ્લી સુનાવણી 4 સપ્ટેમ્બરે થઈ હતી. ત્યારબાદ કોર્ટે CBFC પાસેથી 19 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગ્યો હતો. શીખોને ફિલ્મ સામે વાંધો છે. તેમનો આરોપ છે કે તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઘણા રાજ્યોમાં આ અંગે અરજીઓ દાખલ કરવામાં આવી છે.
ફિલ્મ ‘ઈમરજન્સી’નું ટ્રેલર 14 ઓગસ્ટે રિલીઝ થયું હતું
શું છે સમગ્ર મામલો? કંગના રનૌત અને ફિલ્મ નિર્માતાઓએ અરજીમાં સીબીએફસી પર ફિલ્મનું પ્રમાણપત્ર મનસ્વી રીતે રોકવાનો આરોપ લગાવ્યો છે. સીબીએફસીએ ઈ-મેલ દ્વારા પ્રમાણપત્ર આપ્યું હતું, જોકે, રિલીઝના માત્ર 4 દિવસ પહેલા પ્રમાણપત્રની નકલ આપવાનો ઇનકાર કર્યો હતો.
આ અંગે સીબીએફસીના વકીલ અભિનવ ચંદ્રચુડે કહ્યું છે કે ‘ઈમરજન્સી’ના નિર્માતાઓને સિસ્ટમ દ્વારા જનરેટેડ મેઈલ મળ્યો હતો, પરંતુ બાદમાં વાંધાના કારણે તેને રોકી દેવામાં આવ્યો હતો.
કોર્ટે CBFCને ફટકાર લગાવી હતી 4 સપ્ટેમ્બરે થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજે CBFC સાથે જોડાયેલા અધિકારીઓને ફટકાર લગાવી હતી. તેમને પ્રશ્ન કર્યો કે તમે સિસ્ટમ જનરેટેડ ઈ-મેલ કેવી રીતે મોકલી શકો છો. શું અધિકારીઓએ મેઈલ મોકલતા પહેલા ફિલ્મ જોઈ ન હતી? સર્ટિફિકેટ આપતી વખતે અધિકારીઓએ મગજનો ઉપયોગ નથી કર્યો?
પિટિશનમાં કંગના રનૌતના પ્રોડક્શન હાઉસ વતી વકીલે કહ્યું- અમે ફિલ્મમાં કોઈ ફેરફાર નહીં કરીએ અને ફિલ્મને તે જ રીતે રિલીઝ કરીશું જે રીતે CBFCએ પહેલા સીલ કરી છે.
સુનાવણી બાદ કંગના રનૌતની સોશિયલ મીડિયા પોસ્ટ.
આ કેસ પહેલાથી જ એમપી હાઈકોર્ટમાં હતો ફિલ્મ ‘ઈમરજન્સી’ અને તેના ટ્રેલર સામે વાંધો ઉઠાવતા જબલપુર શીખ સંગતે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી કરીને તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે આ ફિલ્મ દ્વારા શીખ સમુદાયની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આના પર મધ્યપ્રદેશ હાઈકોર્ટે સીબીએફસીને ફિલ્મને મંજૂરી આપતા પહેલા વાંધાઓ પર વિચાર કરવાનો આદેશ આપ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટે તાત્કાલિક આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો બોમ્બે હાઈકોર્ટે 4 સપ્ટેમ્બરે સુનાવણીમાં કહ્યું હતું કે મધ્યપ્રદેશ હાઈકોર્ટ પહેલાથી જ સીબીએફસીને આદેશ આપી ચૂકી છે, તેથી તે અત્યારે આ અંગે કોઈ આદેશ આપી શકે નહીં. કોર્ટે નિર્માતાઓને કહ્યું – ‘અમે તમારી સાથે છીએ, હું ઈચ્છું છું કે તમે મધ્યપ્રદેશ હાઈકોર્ટ સમક્ષ આ જ રીતે દલીલ કરી હોત, તો એવું ન થઈ શક્યું હોત કે CBFC અધ્યક્ષે સહી ન કરી હોત.’
અંતે કોર્ટે કહ્યું કે તેઓ નિર્માતાઓની અરજીને નકારી રહ્યાં નથી. એક અઠવાડિયું મોડું થાય તો આકાશ ન પડે. નિર્માતાઓએ પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટ સમક્ષ આ દલીલો રજૂ કરવી જોઈતી હતી.
મહત્વનું છે કે, ફિલ્મ ‘ઈમરજન્સી’ ટ્રેલર રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં છે. પંજાબમાં ફિલ્મને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મના ટ્રેલરમાં ખાલિસ્તાન સમર્થક જરનૈલ સિંહ ભિંડરાનવાલે બતાવવામાં આવ્યા બાદ કંગનાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે.
થોડા સમય પહેલા વિકી થોમસ નામના વ્યક્તિએ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં કહ્યું હતું કે જો જરનૈલ સિંહને ખોટી રીતે દર્શાવવામાં આવશે તો કંગનાને પરિણામ ભોગવવા પડશે.