- Gujarati News
- National
- 450 Villages In UP Inundated, Ganga Floods In Bihar; 3 Dead Due To Floods In Bengal, Mamata Said These Floods Are The Result Of Central Government’s Negligence
નવી દિલ્હી16 મિનિટ પેહલા
- કૉપી લિંક
કાનપુરમાં ભારે વરસાદ પડતા અનેક ઘરોમાં પાણી ભરાયા છે.
યુપીમાં સતત વરસાદને કારણે 21 જિલ્લાના 450થી વધુ ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. ગંગા, યમુના, ઘાઘરા, શારદા, સરયુ નદીઓમાં પૂર આવ્યું છે. કાનપુરના 2000 ઘર પૂરમાં ડૂબી ગયા છે. અનેક મકાનો ધરાશાયી થયા. 10 હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
બીજી તરફ પટનામાં ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે. વૈશાલીમાં પણ ગંગાના ઓવરફ્લોને કારણે રાઘોપુર દિયારાના રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે NH-5 (ભારત-તિબેટ) સહિત 37 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં પણ ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. જેમાં 3 લોકોના મોત થયા છે. 2.5 લાખ લોકો અસરગ્રસ્ત છે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું- આ કેન્દ્રનું ષડયંત્ર છે. આ પૂર કેન્દ્ર સરકારની બેદરકારીનું પરિણામ છે.
આ પાણી બંગાળનું નથી, ઝારખંડનું છે. ઝારખંડ બોર્ડર 3 દિવસ માટે બંધ રાખવામાં આવશે. આ પાણી દામોદર વેલી કોર્પોરેશનના ડેમમાંથી છોડવામાં આવ્યું છે. DVCનું નિયંત્રણ કેન્દ્રના હાથમાં છે. તેમણે બંગાળમાં પાણી છોડ્યું છે.
બિહારના કૈમુરમાં પૂર, NH-19 પર પૂરના પાણી ભરાયા
બિહારના કૈમુરમાં કરમણસા નદીમાં ઉછાળો છે. જેના કારણે કૈમુરને ઉત્તર પ્રદેશ સાથે જોડતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે. કૈમુરનો ઉત્તર પ્રદેશ સાથેનો સંપર્ક ખોરવાઈ ગયો છે. છપરામાં પણ NH-19 પર પૂરના પાણી વહી રહ્યા છે. સુપૌલમાં પુલનો એપ્રોચ કોસી નદીમાં ધોવાઈ ગયો હતો, જેના કારણે સુપૌલનો દરભંગા-મધુબની ગામો સંપર્કવિહોણા બન્યા છે.
દિલ્હીમાં તાપમાન ઘટીને 21.1 ડિગ્રી, જે સપ્ટેમ્બરમાં 14 વર્ષમાં સૌથી ઓછું છે
દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વરસાદને કારણે ગુરુવારે લઘુત્તમ તાપમાન 21.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા 14 વર્ષમાં સપ્ટેમ્બરમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન છે.
દેશભરમાંથી વરસાદ અને પૂરની 5 તસવીરો…
બિહારના કૈમુરમાં કરમણસા નદીમાં પૂર આવ્યું છે. જેના કારણે માર્ગો પર 1.5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું.
કાનપુરમાં ગુરુવારે ભારે વરસાદ થયો હતો. અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
પશ્ચિમ બંગાળમાં પણ વરસાદી માહોલ ચાલુ રહ્યો છે. હાવડાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
ઝારખંડના ધનબાદમાં વરસાદને કારણે મૈથોન ડેમ ભરાઈ ગયો. તેના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
રાજસ્થાનના સિરોહીમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. વૃક્ષો પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો.
21 સપ્ટેમ્બરે ક્યાંય પણ ભારે વરસાદનું એલર્ટ નથી
- હવામાન વિભાગે 21 સપ્ટેમ્બરે કોઈપણ રાજ્યમાં ભારે કે અતિ ભારે વરસાદનું એલર્ટ નથી.
- મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કેટલીક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે.
- દિલ્હીમાં આકાશ વાદળછાયું રહેશે. વરસાદ પણ પડી શકે છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.
આ વખતે ચોમાસું સામાન્ય કરતાં વધુ 16 દિવસ એક્ટિવ રહેશે
- સામાન્ય રીતે, ચોમાસું 18 સપ્ટેમ્બર પછી પશ્ચિમ રાજસ્થાનમાંથી વિદાય લેવાનું શરૂ કરે છે, પરંતુ આ વખતે તે લગભગ 16 વધુ દિવસ એક્ટિવ રહેવાની સંભાવના છે.
- આનો અર્થ એ થયો કે દેશમાં સપ્ટેમ્બરના અંત સુધી ભારે વરસાદ પડી શકે છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબરમાં વરસાદની શક્યતા છે.
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસામાં અત્યાર સુધીમાં 108 ટકા અથવા 8 ટકા વધુ વરસાદ થયો છે. આમ છતાં, દેશના લગભગ ચોથા ભાગમાં એટલે કે 185 જિલ્લાઓમાં (26%) દુષ્કાળની સ્થિતિ છે.
- 68 જિલ્લાઓ એવા છે કે જ્યાં સામાન્ય કરતાં 60% વરસાદ પડ્યો છે, જેમાંથી 19 એકલા રાજસ્થાનમાં છે. સૌથી વધુ અસરગ્રસ્ત ઉત્તર પ્રદેશ (30 જિલ્લા), બિહાર (25), ઝારખંડ (11), ઓડિશા (11), પંજાબ (15) છે.
ચોમાસું વધુ 16 દિવસ એક્ટિવ રહેવાનું કારણ
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ડિપ્રેશન સર્જાયું છે. તે ઉત્તરાખંડ તરફ આગળ વધી રહ્યું છે. તેની અસર હિમાચલ પ્રદેશના કેટલાક ભાગો પર પણ પડશે.
- દક્ષિણ બાંગ્લાદેશ નજીક એક નવું લો પ્રેશર વિસ્તાર છે, જે 2 દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિઝનની આ ચોથી ડિપ્રેશન હશે. જેના કારણે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વરસાદ પડશે.