દાહોદની ઘટનામાં આચાર્ય આરોપીને ફાંસીની સજા થાય એ માટે કોંગ્રેસ મેદાને ઉતરી છે. ગઈકાલે અમદાવાદમાં કોગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં નીકળેલી રેલી બાદ આજે (27 સપ્ટેમ્બર) ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આર
.
ગુજરાત યુનિ.માં ઉગ્ર વિરોધ થતાં પોલીસનો બળપ્રયોગ મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાતની છબી ખરડાઈ તેવી ઘટના દાહોદમાં બની હતી. જ્યાં પ્રાથમિક સ્કૂલના આચાર્ય દ્વારા પહેલા ધોરણમાં ભણતી છ વર્ષની માસુમ દીરકી સાથે કારમાં દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દીકરીએ બુમાબુમ કરતા આરોપીએ તેનુ નાક અને મો દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાનો આરોપી ભાજપ અને RSSની વિચારધારાનો હોવાના સરકાર આ મામલે મૌન હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે. કોંગ્રેસ છેલ્લા બે દિવસથી આરોપીની ફાંસીની સજા થાય તે માટે વિરોધ પ્રદર્શન કરી રહી છે.
ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ કરાઈ આજરોજ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા વીર નર્મદના પૂતળા પાસે એનએસયુઆઇ દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો. જ્યાં સત્તા પાર્ટી સામે વિરોધ પ્રદર્શન કરવા માટે પોસ્ટર હાથમાં લઈને રેલી યોજી હતી અને ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. તદુપરાંત ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શન પૂર્વે જ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં હાજર પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી અને તમામને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.
સરાકરના મૌન મામલે પણ કોંગ્રેસના પ્રહારો થોડા સમય અગાઉ જ કોલકાતાની અરજીકર મેડિકલ કોલેજમાં મહિલા તબિયત સાથે દુષ્કર્મની ઘટના બની હતી. તેના વિરોધમાં રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા ટ્વીટ કરીને શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ દાહોદમાં બનેલી ઘટના બાદ કોઈપણ સરકારી મંત્રી સામે ન આવતા એનએસયુઆઈ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે અને ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા.