નવી દિલ્હી16 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. રાહુલ ગાંધીએ બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દે મોદી સરકારને ઘેરી છે. સોશિયલ પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને રેલ્વે ભાડું અને એલપીજીના ભાવ પર આકરા પ્રહારો કર્યા છે.
રાહુલે કહ્યું કે ભારતીય રેલવેએ દરેક વર્ગના ભાડામાં વધારો કર્યો છે. વૃદ્ધોને આપવામાં આવતી ભાડાની છૂટ પણ નાબૂદ કરવામાં આવી છે. પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
તેમણે કેન્દ્ર સરકારને પૂછ્યું કે શું જનતાની મહેનતથી કમાયેલા પૈસા ‘સેલ્ફી સ્ટેન્ડ’ બનાવવા માટે છે? ભારતના લોકો શું ઈચ્છે છે? સસ્તા ગેસ સિલિન્ડર અને સુલભ રેલ મુસાફરી? કે શહેંશાહની પ્રતિમા સાથે સેલ્ફી?
રેલવે સ્ટેશનનો ફોટો શેર કર્યો
રાહુલે રેલવે સ્ટેશનની તસવીર પોસ્ટ કરી છે. જેમાં મોટી સંખ્યામાં મુસાફરો જમીન પર પડ્યા છે અને તેમની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે ઉજ્જવલા યોજનાની જાહેરાત છે.
રાહુલ ગાંધીએ આ તસવીર 30 ડિસેમ્બરે ટ્વીટ કરી હતી. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે આ ફોટો કયા રેલવે સ્ટેશનનો છે.
ભાજપ દેશને ગુલામીના યુગમાં લઈ જવા માંગે છે
કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણીમાં રાહુલ ગાંધીએ કહ્યું- I.N.D.I.A અને એનડીએ વચ્ચે વિચારધારાની લડાઈ છે. થોડા દિવસ હું લોકસભામાં ભાજપના એક સાંસદને મળ્યો. તેમણે મને કહ્યું – ભાજપમાં ગુલામી પ્રવર્તે છે… ઉપરથી જે કહેવામાં આવે, તેને વિચાર્યા વિના અનુસરવું પડે છે.
ભાજપમાં રહેવું સહન કરી શકાતું નથી. હું ભાજપમાં છું, પણ મારું દિલ કોંગ્રેસમાં છે. મેં કહ્યું- ભાઈ તમારું દિલ કોંગ્રેસમાં છે, શરીર ભાજપમાં છે. દિલ શરીરને કોંગ્રેસમાં લાવવાથી ડરે છે.
કોંગ્રેસે આ વખતે નાગપુરમાં સ્થાપના દિવસની ઉજવણી કરી. RSSનું મુખ્યાલય નાગપુરમાં છે. રાહુલ અને ખડગેના ભાષણોમાં આરએસએસ અને બીજેપી પર નિશાન સાધવામાં આવ્યું હતું.