નવી દિલ્હી38 મિનિટ પેહલા
- કૉપી લિંક
1 ઓક્ટોબરના રોજ લગભગ 150 પોલીસકર્મીઓ ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં તપાસ કરવા પહોંચ્યા હતા.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈશા ફાઉન્ડેશન સામે પોલીસ તપાસના આદેશ પર રોક લગાવી દીધી છે. ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુ જગ્ગી વાસુદેવ છે.
નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજે ફાઉન્ડેશન સામે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આરોપ છે કે તેમની પુત્રીઓ લતા અને ગીતાને આશ્રમમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી.
મદ્રાસ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બરે કહ્યું હતું કે પોલીસે ઈશા ફાઉન્ડેશન સાથે સંબંધિત તમામ ક્રિમિનલ કેસની વિગતો રજૂ કરે. બીજા દિવસે 1 ઓક્ટોબરે લગભગ 150 પોલીસકર્મીઓ આશ્રમમાં તપાસ કરવા પહોંચ્યા હતા.
સદગુરુએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો સમભળાવતા સ્ટે આપ્યો હતો. કેસની આગામી સુનાવણી 18 ઓક્ટોબરે થશે.
CJI DY ચંદ્રચુડે કહ્યું-

તમે સેના કે પોલીસને આવી જગ્યાએ પ્રવેશવાની મંજુરી આપી શકતા નથી.
તેમણે કહ્યું કે બંને યુવતીઓ 2009માં આશ્રમમાં આવી હતી. તે સમયે તેમની ઉંમર 24 અને 27 વર્ષની હતી. તે પોતાની મરજીથી ત્યાં રહે છે. તેમણે કહ્યું કે ગઈકાલે રાતથી આશ્રમમાં હાજર પોલીસ હવે ત્યાંથી નીકળી ગઈ છે.
નિર્ણય પહેલા CJI ચંદ્રચુડે તેમની ચેમ્બરમાં બે મહિલા સાધુઓ સાથે પણ ચર્ચા કરી હતી. મહિલાએ કહ્યું કે બંને બહેનો પોતાની મરજીથી ઈશા યોગ ફાઉન્ડેશનમાં છે. છેલ્લા 8 વર્ષથી તેના પિતા તેને હેરાન કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના 4 નિર્દેશ
1. કેસ મદ્રાસ હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર થવો જોઈએ.
2. અરજદારો વર્ચ્યુઅલ રીતે અથવા વકીલ મારફતે હાજર થઈ શકે છે.
3. પોલીસ તપાસનો સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવો જોઈએ.
4. હાઈકોર્ટની સૂચનાના આધારે પોલીસ આગળ કોઈ કાર્યવાહી કરશે નહીં.

સદગુરુ જગ્ગી વાસુદેવે 32 વર્ષ પહેલા 1992માં કોઈમ્બતુર પાસે ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.
અરજદારનો આરોપ- દીકરીઓને બંધક બનાવી, બ્રેઈનવોશ કરવામાં આવ્યું તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે કહ્યું હતું કે આશ્રમે તેની દીકરીઓને બંધક બનાવી છે. તેમને તાત્કાલિક મુક્ત કરાવવી જોઈએ.
કામરાજે કહ્યું કે ઈશા ફાઉન્ડેશને તેમની દીકરીઓનું બ્રેઈનવોશ કર્યું, જેના કારણે તેઓ સંન્યાસી બની ગઈ.
કામરાજે કહ્યું-

દીકરીઓને કંઈક દવા આપવામાં આવી રહી છે, જેના કારણે તેમની વિચાર શક્તિ ખતમ થઈ ગઈ છે. જ્યારથી તેની દીકરીઓએ તેમને છોડી દીધા છે ત્યારથી તેનું જીવન નરક બની ગયું છે.
મોટી દીકરી ગીતા યુકેની યુનિવર્સિટીમાંથી M.Tech છે. તેને 2004માં આ જ યુનિવર્સિટીમાં લગભગ ₹1 લાખના પગારની નોકરી મળી હતી. તેણે 2008માં છૂટાછેડા લીધા પછી ઈશા ફાઉન્ડેશનમાં યોગા ક્લાસમાં જવા લાગી હતી.
ટૂંક સમયમાં જ ગીતાની નાની બહેન લતા પણ તેની સાથે ઈશા ફાઉન્ડેશનમાં જવા લાગી. બંને બહેનોએ તેમના નામ બદલી નાખ્યા છે અને હવે તેમના માતા-પિતાને મળવાની પણ ના પાડી રહી છે.
હાઈકોર્ટે કહ્યું- પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા ને બીજાની દીકરીઓને સાધુ બનાવી રહ્યા છે
મદ્રાસ હાઈકોર્ટે 30 ઓક્ટોબરે કહ્યું હતું કે, “જ્યારે તમે તમારી દીકરીના લગ્ન કરાવી દીધા છે, તો તમે શા માટે બીજાની દીકરીઓને માથું મુંડાવવા અને સંસાર છોડીને સંન્યાસીઓની જેમ જીવવા માટે પ્રોત્સાહિત કરો છો.”