53 મિનિટ પેહલા
- કૉપી લિંક
કંગના રનૌત અને આર માધવનની ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મના ત્રીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે સમાચાર છે કે ડિરેક્ટર આનંદ એલ રાયે લેખક હિમાંશુ શર્મા સાથે મળીને ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી કરી છે. ખાસ વાત એ છે કે આ વખતે કંગના રનૌત ફિલ્મમાં ટ્રિપલ રોલમાં જોવા મળી શકે છે.
ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ 3’ની વાર્તા પિંકવિલાના રિપોર્ટ અનુસાર, ફિલ્મના પહેલા અને બીજા ભાગના અંતથી ‘તનુ વેડ્સ મનુ 3’ શરૂ થશે. આ વખતે લોકોને ફિલ્મમાં રોમાન્સ અને ડ્રામા સાથે ઘણી હ્યુમર જોવા મળશે. આ સિવાય મેકર્સ દ્વારા લખવામાં આવેલી સ્ટોરીમાં પહેલા અને બીજા ભાગનો સાચો અર્થ સમજાવવામાં આવશે.
કંગના રનૌત ટ્રિપલ રોલમાં જોવા મળશે! રિપોર્ટ્સનું માનીએ તો કંગના રનૌત આ ફિલ્મમાં ટ્રિપલ રોલમાં જોવા મળી શકે છે. ફરી એકવાર તે આર માધવન સાથે જોડીમાં જોવા મળશે. જો આમ થશે તો કંગનાના કરિયરની આ પહેલી ફિલ્મ હશે જેમાં તે ટ્રિપલ રોલમાં જોવા મળશે. જ્યારે કંગના ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં ડબલ રોલમાં જોવા મળી હતી.
ફિલ્મનું શૂટિંગ 2025માં શરૂ થશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ‘તનુ વેડ્સ મનુ 3’નું શૂટિંગ 2025ના મધ્યથી શરૂ થઈ શકે છે અને તેને 2026માં રિલીઝ કરવાની યોજના છે.
ફરી મનુ નથી બનવું – આર માધવન વર્ષ 2022 માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન, આર માધવને ‘તનુ વેડ્સ મનુ’ની આગામી ફિલ્મનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો. અભિનેતાએ કહ્યું કે, તેણે આ ફિલ્મમાં જે કરવું હતું તે કરી લીધું છે અને હવે તે ફરીથી મનુ બનવા માંગતો નથી.
‘તનુ વેડ્સ મનુ’ 2011માં રિલીઝ થઈ હતી નોંધનીય છે કે, આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. ચાર વર્ષ પછી એટલે કે 2015માં ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થયો, જેનું નામ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ હતું. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.