રાજકોટ જિલ્લાના લોધીકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ફક્ત એટલું જ નહિ વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો છે. રડતા રડતા પોતે લખેલી સુસાઈડ ન
.
પોલીસ કેસ થશે એવી ધમકી આપતા જીવન ટૂંકાવ્યું
જેલમાં જવાની બીકના કારણે આપઘાત કરી લીધો રાજકોટ જિલ્લાના લોધીકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શિક્ષકના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. શિક્ષક દ્વારા પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ લગાવી પોલીસ કેસ થશે એવી ધમકી આપતા પોલીસ કેસના ડરના કારણે અને જેલમાં જવાની બીકના કારણે આપઘાત કરી લીધો હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે સવારના સમયે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને વિદ્યાર્થી પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જે કબ્જે લઇ તેમાં મોબાઈલમાં વીડિયો હોવાનો પણ ઉલ્લેખ કરતા સુસાઈડ નોટ અને મોબાઈલ ફોન કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આપઘાત પૂર્વે વિદ્યાર્થીએ લખેલી અક્ષર સહઃ સુસાઈડનોટ
મારા મોતનું કારણ વાંચજો
I LOVE YOU MOM
I LOVE YOU PAPA
મમ્મી અને પપ્પા મારો કોઈ વાંક ન હતો તોઈ મારી ટીચર એ મને મે સાબિત કરીને આપ્યું કે પેપર મે ઘરે નથી લખ્યું તો પણ તેને મને પોલીસની ધમકી આપી મારા પેપરમાં ચોકડા માર્યા અને આવું પહેલીવાર નથી. કાલે મેં ખુદે પેપર એના હાથમાં આપ્યું હતું તોઈ એને મને પોલીસની ધમકી આપી BA ના પેપરમા મારું બધુ સાચુ લખાણ હતું તો બીજા કોઈને નહિ મારા એક ઉપર જ એવું કરે. મને મોઢે પ્રશ્ન પુછ્યા અને તેને એકમ કસોટીના પેપરમાં પણ આવું જ કર્યું હતું અને ત્યાં પણ મારી પાસે મોઢે પેપર લખ્યાવ્યુ હતું અને મારે 25માંથી 23 માર્ક આવ્યા હતા તો પણ મારી સાથે આજે પણ આવું કર્યું. મમ્મી જો આજે આ પગલુ ના ભર્યું હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમા હોત. મમ્મી હું સાચું બોલું છું તારા સમ ખાઈને કવ છું મેં પેપર નથી લખ્યું કે છે મને સરએ ખુબજ સમજવાનો પ્રયાસ કર્યો પણ તેને મારા ઉપર પોલીસ કેસ કરવાના છે તેથી મેં આ પગલું ભર્યું છે. પ્લીઝ મારા ઉપર આ વર્તન કરવાથી મેં આ પગલું ભર્યું છે.
મારી સાથે એકમ કસોટીના પેપરમા કર્યું હતું. સોલંકી સર મારી સાથે પણ મોસમી મેડમ અને સચિન સર અને વિભૂતિ મેડમએ મારી સાથે એવું કર્યું. મમ્મી હંસલો મારા ભાઈ જેવો છે તેથી તેને તારો દીકરો માની લેજે મારા મિત્રોએ મને સાથ આપ્યો છે. I LOVE YOU MOM, I LOVE YOU PAPA બધા મારો પરિવાર ખુશ રહેજો. અંતમાં લખ્યું છે કે, મોબાઈલમાં જુઓ મારો વીડિયો.