રાજકોટના એરપોર્ટ રોડ પર ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતા સેન્ટ્રલ જીએસટી અધિકારીના ઘરમાંથી લાખોના ઘરેણ અને રોકડની ચોરીના ગુનામાં એક આરોપીને રાજકોટ LCB ઝોન 2 ટીમે ઝડપી પાડ્યો છે. શિવદાસ મેનને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પરિવાર સાથે દ્વારકા અને સોમનાથ દર
.
વિંછીયા મામલતદાર ઓફિસમાંથી રેવન્યુ તલાટીના વાહનની ચોરી થઇ રાજકોટના ફરિયાદી રાજેશભાઇ નરશીભાઇ ગઢાદરા (ઉ.વ.30)એ જણાવ્યું કે, હું વિંછીયા મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવું છું. ગઈ તા.9.10.2024 ના રોજ આશરે 11.30 વાગ્યાથી 11.45 વાગ્યાના અરસામાં અમારી કચેરીના પટ્ટાવાળા અજયભાઈ ખીમાભાઇ પરમાર મારી પાસે આવેલ અને મને કહેલ કે, મારે પોસ્ટ ઓફીસ જવું છે. જેથી મેં મારા જીજે.03.કેઈ.7390 નંબરના મોટર સાયકલની ચાવી અજયભાઇને આપેલ. તેઓ આશરે 12.30 વાગ્યાની આસપાસ બાઈકની ચાવી પાછી આપી ગયેલ. હું કલાક 01.56 વાગ્યે જમવા જમવાનું હોવાથી પાર્કિંગમાં બાઈક શોધતા મળી આવેલ ન હોય જેથી મે કચેરીના પટ્ટા વાળા અજયભાઇને ફોન કરતા રૂબરૂ બોલાવતા તેણે જ્યાં પાર્કિંગમાં બાઈક મૂક્યું હતું ત્યાંથી મળી આવેલ નહીં. જેથી મેં બાઈક ચોરી અંગે ઈ એફઆઈઆર કરી હતી. વિંછીયા પોલીસે ઈ એફઆઈઆરના આધારે અજાણ્યા બાઈક ચોર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં આપઘાતના પ્રયાસના બે બનાવ નોંધાયા
રાજકોટ શહેરમાં આપઘાતની કોશિશના બે બનાવ સામે આવ્યા છે જેમાં પ્રથમ ઘટનાની અંદર મવડી ચોકડી પાસે ખીજડાવાળા રોડ ઉપર આવેલા નેહરુનગરમાં રહેતા મુકુંદ રાજુભાઈ રાઠોડ (ઉ.વ.26) નામનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના 10 વાગ્યાના અરસામાં ઘઉંમાં નાખવાની ઝેરી દવા ખાઈ લીઘી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મુકુંદ રાઠોડે ફાઇનાન્સમાંથી લોન લીધી હતી જે લોનના હપ્તા ચડત થઈ જતા ચિંતામાં ઝેરી દવા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે. જયારે બીજા બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી રેહાનાબેન સલીમભાઈ સુમરા નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ગૃહકલેશથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.