- Gujarati News
- National
- After The India China Agreement, Did The Soldiers Of Both The Countries Chant Jai Shri Ram On The LAC? Know The Truth Of The Viral Video
3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત-ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ કરાર પછી બંને દેશોની સેનાએ શુક્રવાર, 25 ઓક્ટોબરથી પૂર્વી લદ્દાખથી પીછેહટ શરૂ કરી દીધી છે. આ કરારને જોડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ચીની સૈનિકો ભારતીય જવાનો સાથે મળીને જય શ્રીરામના નારા લગાવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો બંને દેશની વચ્ચે થયેલાં કરાર પછીનો છે. આ વીડિયોને X પર ઘણા વેરિફાઇડ અને નોન-વેરિફાઇડ યૂઝર્સે શેર કર્યો છે.
- શુવાંકર વિશ્વાસ નામના વેરિફાઇડ યૂઝરે વીડિયો શેર કરીને લખ્યું- ભારત અને ચીને દેપસાંગ અને ડેમચોકથી પીછેહટ શરૂ કરી. ( આર્કાઇવ )
યૂઝરે શેર કરેલાં વીડિયોને અત્યાર સુધી 6 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. ત્યાં જ, તેને 14 હજારથી વધારે લાઇક અને 1 હજારથી વધારે લોકો રિટ્વિટ કરી ચૂક્યા છે.
- જીતેન્દ્ર પ્રતાપ સિંહ નામના વેરિફાઇડ યૂઝરે લખ્યું- ભારત અને ચીનનો કરાર થયા પછી ભારત-ચીનના જવાનો.
- આ દાવા સાથે અજય કશ્યપ નામના વેરિફાઇડ યૂઝરે પણ આ વીડિયો શેર કર્યો
વાઇરલ વિડીયોનું સત્ય…
વાઇરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે તેની સાથે જોડાયેલાં કી-વર્ડ્સ ગૂગલ પર સર્ચ કર્યા. સર્ચ કરવાથી અમને હિન્દુસ્તાન ટાઇમ્સ સહિત તેની સાથે જોડાયેલા અનેક મીડિયા રિપોર્ટ્સ મળ્યા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો 22 જાન્યુઆરી 2024ના રોજ થયેલી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો છે. જ્યારે ભારત-ચીનના જવાનોએ LAC પર જય શ્રીરામના નારા લગાવીને ખુશી વ્યક્ત કરી હતી. તે દરમિયાન આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો હતો.
ભાસ્કરે પણ આ વીડિયો 9 મહિના પહેલાં સમાચાર સાથે પોતાની વેબસાઇટ પર પબ્લિશ કર્યો હતો. સમાચારની લિંક…
ભાસ્કરની વેબસાઈટ પર ઉપલબ્ધ સમાચારનો સ્ક્રીનશોટ.
જેથી સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે . આ વીડિયો હાલનો નથી પરંતુ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા દરમિયાનનો છે.
નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @[email protected] ઈમેલ કરો અને WhatsApp- 9201776050 કરો.