સુરતનો સીટી લાઈટ વિસ્તાર ખૂબ જ પોશ વિસ્તાર માનવામાં આવે છે. અહીં મોટાભાગના વેપારી વર્ગના લોકો રહે છે. સીટી લાઈટ વિસ્તારમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં રહે છે. 23 તારીખે સ્થાનિક રહેવાસી ભાઈ-બહેન વેપારી પાસે ખરીદી કરવા માટે
.
વેપારીએ બંદૂક બતાવતા સ્થાનિકોમાં આક્રોશ સીટી લાઈટ વિસ્તારમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત છે પરંતુ, કેટલાક લોકો અહીં પોતાનું જીવન ગુજરાન કરવા માટે વેપાર-ધંધો કરતા હોય છે. સ્થાનિક ભાઈ-બહેન દ્વારા વેપારીને ત્યાં ખરીદી કરવા માટે જવાનું થયું હતું. 23 તારીખના દિવસે જ્યારે ખરીદી કરવા ગયા હતા ત્યારે ભાવને લઈને રકઝક થઈ હતી. વેપારીએ ધમકીભર્યા સ્વરે યુવતીને દુકાનમાંથી બહાર જતા રહેવા માટે કહ્યું હતું. તેની સાથે આવેલા ભાઈએ કહ્યું કે, આવી રીતે અશોભનીય વર્તન કરવું યોગ્ય નથી તો વેપારીએ તેમને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને આખરે બંદૂક પણ બતાવી દીધી હતી. બંદૂક જોતાની સાથે જ બંને ભાઈ-બહેન ડરી ગયા હતા અને આ વાત અંગે ઘરે પરત ફરતા તેમના પરિવારજનોને અને સોસાયટીના લોકોને જણાવી હતી. જેને લઈને આજે લોકો એકત્રિત થઈ ગયા હતા.
વેપારી દ્વારા બંદૂક બતાવવામાં આવે તે કેટલું યોગ્ય? સ્થાનિક રહેવાસી અનિલ બાગરાએ જણાવ્યું કે, જ્યારે અમને અમારા વિસ્તારમાં વેપારી દ્વારા ગ્રાહક તરીકે ગયેલા લોકોને બંદૂક બતાવવાની વાત સામે આવી ત્યારે સ્વયંભૂ રીતે તેમની સોસાયટીના આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને આજે અનુ વ્રત વારથી અશોક પાન સેન્ટર સુધી જન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં વેપારી સામે લોકોએ પોતાનો આક્રોશ પ્લે કાર્ડ બતાવીને વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા વેપારી સામે પગલાં લેવાના શરૂ કરાયા છે અને અમારું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે.