8 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડમાંથી પોતાના ચાહકોના દિલ પર રાજ કરનાર શાહરૂખ ખાન આ દિવસોમાં તેની ફિલ્મ ‘કિંગ’ માટે ચર્ચામાં છે, જેમાં તેની સાથે દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. કિંગ ખાનના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન, SRKનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. આ વીડિયો દુબઈની એક ઈવેન્ટ દરમિયાનનો છે. શાહરૂખ દુબઈ ગયો છે જ્યાં તેના પુત્ર આર્યનની ક્લોથિંગ બ્રાન્ડની પ્રમોશનલ ઈવેન્ટમાં માટે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરી ખાને આ પાર્ટીમાં હાજરી આપી ન હતી.
પઠાણે સાસુ સાથે ડાન્સ કર્યો અભિનેતાએ તેની સાસુ સાથે પાર્ટીમાં ‘આજ કી રાત’ સોન્ગ પર ડાન્સ કર્યો હતો. સાસુ અને જમાઇનો ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ક્લિપમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન તેની સાસુનો હાથ પકડીને ડાન્સ કરી રહ્યો છે. આ દરમિયાન તેની સાસુ સવિતા હસતી અને શરમાતી જોવા મળી. એક્ટર બ્લેક ટી-શર્ટમાં હેન્ડસમ લાગે છે. તેણે તેના પુત્રની બ્રાન્ડની કેપ પણ પહેરી છે.
શાહરૂખનો સિગ્નેચર પોઝ આ વીડિયો સિવાય વધુ બે વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં શાહરૂખ તેની ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘ઝૂમ જો પઠાણ’ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. બીજા વીડિયોમાં તે પોતાનો સિગ્નેચર પોઝ આપતો જોવા મળે છે.
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 2023 માં, શાહરૂખ ખાને પાંચ વર્ષ પછી કમબેક કર્યું અને સિનેમાને એક વર્ષમાં ત્રણ સુપરહિટ ફિલ્મો આપી. પહેલા તેણે ‘પઠાણ’ સાથે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડ્યા, પછી ‘જવાન’ સાથે ધૂમ મચાવી અને અંતે તેની ફિલ્મ ‘ડંકી’ની એન્ટ્રી થઈ. 2024માં તેની પાસે કોઈ ફિલ્મ આવી રહી નથી, પરંતુ આ દિવસોમાં તે તેની બહુપ્રતિક્ષિત ફિલ્મનું ‘કિંગ’ નું શૂટિંગ કરી રહ્યો છે.