દેશભરમાં દિવાળીના થવાની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે સૌ કોઈ પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે. પરંતુ કેટલાક વ્યવસાય એવા છે કે, જેમાં કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ સંજોગ હોય તેમાં ફરજ ઉપર હાજર રહેવું આવશ્યક બની જતું હોય છે. જેમ કે ડોક્ટર, પોલ
.
AMA સંલગ્ન ડોક્ટર્સ સ્વેચ્છાએ હાજર રહેશે શહેરમાં પણ અમદાવાદ મેડિકલ એસોસિયેશન (AMA) દ્વારા દર વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન ડોક્ટર્સ ઓન કોલની સુવિધા પૂરી પાડવામાં આવે છે.છેલ્લા 14 વર્ષથી AMA દ્વારા દિવાળીના તહેવારોની રજાઓ દરમિયાન કે જ્યારે તબીબો ઓછી સંખ્યામાં ઉપલબ્ધ હોય છે, તે દરમિયાન દર્દીઓને હાલાંકીનો સામનો ન કરવો પડે તે માટે ફોન કોલ ઉપર તબીબો દર્દીને સારવાર કરે છે. છેલ્લા 14 વર્ષથી અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા તબીબો સ્વેચ્છાએ દિવાળીના તહેવાર સમયે દર્દીઓની સારવાર માટે હાજર રહે છે.
109 તબીબો ફોન કોલ ઉપર ફરજ દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા 109 તબીબો ફોન કોલ ઉપર ફરજ બજાવી રહ્યા હતા, જેમાં 600થી વધુ દર્દીઓને ફોન કોલ ઉપર જ સારવાર કરી હતી. જ્યારે આ વર્ષે લગભગ 83 જેટલા તબીબો ફોન કોલ ઉપર સેવા આપશે.
સુરત સિવિલમાં શિફ્ટવાઇઝ ડોક્ટરો 24 કલાક હાજર રહેશે સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, તહેવારના સમયમાં ઈમરજન્સીના કેસમાં વધારો આવતો હોય છે. જેને પહોંચી વળવા સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર એકદમ સજ્જ છે. દિવાળીના સમય માટે તહેવાર સમયે જે અલગ વ્યવસ્થા કરવામાં આવે છે તે રીતની જ કરવામાં આવેલી છે. શિફ્ટ વાઇઝ ડોક્ટરો અને સ્ટાફ 24 કલાક હાજર રહેશે. જો કોઈ મોટી ઘટના બને તો આ તબીબોની સંખ્યામાં પણ વધારો કરી શકાશે. આ સાથે જરૂર પડ્યે જે પણ તબીબોની જરૂર પડશે તેની વ્યવસ્થાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. દિવાળીના સમયમાં દાઝી જવા અને અકસ્માતના કેસમાં વધારો થતો હોય છે. સુરત સિવિલના ટ્રોમા સેન્ટરમાં આઈસીયુ સુધીની તમામ વ્યવસ્થાઓ છે. જો કોઈ દર્દીની સર્જરી કરવાની પણ ફરજ પડે તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક્સ્ટ્રા 100 બેડ મૂકાયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દિવાળી, પડતર દિવસ અને નૂતન વર્ષનાં દિવસે 450, ભાઈબીજના માત્ર ઈમરજન્સીમાં 160 તબીબો ખડેપગે રહેશે. ICU સાથેની 43 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ તહેનાત રાખવામાં આવશે. તહેવારોમાં ખાનગી હોસ્પિટલના તબીબો રજા પર જતા સિવિલમાં ઇન્ડોર દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થશે.
23 વિભાગની OPD ચાલુ રહેશે રાજકોટ સિવિલ હોસ્પિટલના નાયબ સિવિલ સુપરિટેન્ડેન્ટ ડો. હેતલ ક્યાડાએ જણાવ્યુ હતું કે, દિવાળીને અનુલક્ષીને ગુરુવારથી 4 દિવસની રજા છે. જેમાં 31 ઓક્ટોબરના ગુરુવારે દિવાળી છે. જ્યારે શુક્રવારે સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ એ રજા માત્ર એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ માટે છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે તબીબો ગુરૂવાર, શુક્રવાર અને શનિવાર એમ ત્રણ દિવસ કાર્યરત રહેશે. એટલે કે, 23 વિભાગની OPD ચાલુ રહેશે. એકમાત્ર રવિવારે ભાઈબીજના દિવસે તમામ OPD સર્વિસ બંધ રહેશે. જ્યારે ઇમરજન્સી સર્વિસ ચાલુ રહેશે. હાલના દિવસે સિવિલ હોસ્પિટલમાં જે સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે તે જ સ્ટાફ દિવાળીના ચાર દિવસો દરમિયાન કાર્યરત રહેશે.
ભાઈબીજના દિવસે ઓપીડી બંધ રહેશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ સિવિલ હોસ્પિટલમાં તબીબો સહિતનો કુલ 900 જેટલો સ્ટાફ છે. જો કે, તેમાંથી 450 જેટલો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. આ જ સ્ટાફ દિવાળી, પડતર દિવસ અને નૂતન વર્ષના દિવસે ફરજ બજાવશે. જ્યારે ભાઈબીજના દિવસે ઓપીડી બંધ હશે. પરંતુ પૂરો દિવસ ઈમરજન્સીમાં 160 તબીબોનો સ્ટાફ ફરજ બજાવશે. દરરોજ OPD અને ઈમરજન્સી મળી કુલ 2000થી વધુ દર્દીઓ આવે છે. ત્યારે તહેવારો દરમિયાન 30 ટકા જેટલો વધારો થશે.
લોકો 0281 2471118 પર કોલ કરી શકે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવાળીના દિવસો દરમિયાન અન્ય હોસ્પિટલમાં દર્દીઓ જાય તો ત્યાં પણ હોય છે જેને કારણે સરકારી હોસ્પિટલમાં ઇન્ડોરમાં આવતા દર્દીઓની સંખ્યામાં 30 ટકા જેટલો વધારો થાય છે. દર વર્ષે દિવાળીના પર્વમાં દર્દીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને 100 એક્સ્ટ્રા બેડ રાખવામાં આવેલા છે. જેમાં PMSSY બિલ્ડિંગમાં 40 તો વોર્ડ નંબર 10માં એક્સ્ટ્રા 60 બેડનો વધારાનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ઇમરજન્સીમાં 37 સહિત કુલ 1658 બેડ છે. લોકો 0281 2471118 પર કોલ કરી શકે છે.
ICU વ્હીલ સાથેની 43 એમ્બ્યુલન્સ તહેનાત રહેશે જ્યારે રાજકોટ 108ના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ચેતન ગાધેએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ICU વ્હીલ સાથેની 43 એમ્બ્યુલન્સ છે. જ્યારે 220 જેટલા તબીબો સહિતનો સ્ટાફ 108 ઇમરજન્સીમાં છે. રાજકોટમાં દરરોજ 200 જેટલા ઈમરજન્સી કોલ આવે છે. જેમાં દિવાળીના દિવસો દરમિયાન 7 ટકા જેટલાં વધારા સાથે 260 જેટલાં થાય છે. રાજકોટ જિલ્લામાં દિવાળીના દિવસોમાં ઇમરજન્સી કોલમાં નોર્મલ વધારો થતો હોવાથી વધારાની એકપણ 108 એમ્બ્યુલન્સ મૂકવામાં નહીં આવે. કારણ કે, હાલ એમ્બ્યુલન્સ છે તે દિવાળીના તહેવારોમાં દર્દીઓની સારવાર માટે પૂરતી છે.
વડોદરામાં સિવિલ હોસ્પિટલ સાથે અન્ય હોસ્પિટલો ચાલુ રહેશે વડોદરામાં દિવાળીના તહેવારોમાં સિવિલ હોસ્પિટલની સાથે અન્ય હોસ્પિટલો પણ ચાલુ રહેશે. આ અંગે સયાજી હોસ્પિટલના RMO ડોક્ટર એચ.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોની ઉજવણી પ્રજામાં થતી જ હોય છે. તે દરમિયાન આગ લાગવાના બનાવો સાથે એક્સિડેન્ટના કેસોમાં પણ વધારો જોવા મળતો હોય છે. આ બનાવવામાં દાઝી જવાના પણ બનાવો સામે આવતા હોય છે.
દિવાળીના તહેવારોમાં 24 કલાક સિવિલ હોસ્પિટલ ચાલુ જ છે વધુમાં જણાવ્યું હતું કે, આ બધા માટે અમારી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ છે. દિવાળીના તહેવારોમાં 24 કલાક સિવિલ હોસ્પિટલ ચાલુ જ છે. તમામ પ્રકારના કેસોની સારવાર અહીં ચાલુ જ છે. તમામ લોકોની સારવાર થઈ શકે તે પ્રકારે અહીં પૂરતો સ્ટાફ અમે કાર્યરત રાખ્યો છે. જેથી પબ્લિકને કોઈપણ પ્રકારની બીમારી બાબતે ગભરાવાની જરૂર નથી. આ દરમિયાન અમારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.