શ્રીનગર1 કલાક પેહલા
- કૉપી લિંક
અબ્દુલ રહીમ રાથર સાતમી વખત ધારાસભ્ય બન્યા છે અને કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ વિધાનસભામાં સૌથી સીનિયર ધારાસભ્ય છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થયું છે. સત્ર પહેલા નેશનલ કોન્ફરન્સના સીનિયર ધારાસભ્ય અબ્દુલ રહીમ રાથરને સ્પીકર પદ માટે પસંદ કરવામાં આવ્યા છે.
આ પહેલા રવિવારે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. જેમાં સ્પીકર માટે નેશનલ કોન્ફરન્સના સીનિયર ધારાસભ્ય અબ્દુલ રહીમ રાથરનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. રાથર સાતમી વખત ધારાસભ્ય બન્યા છે અને કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ વિધાનસભામાં સૌથી સીનિયર ધારાસભ્ય છે. કોંગ્રેસ, CPI (M), આમ આદમી પાર્ટી અને અપક્ષ ધારાસભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી.
ઓમર અબ્દુલ્લા બીજી વખત જમ્મુ-કાશ્મીરના સીએમ બન્યા છે. તેમના પિતા ફારૂક અબ્દુલ્લા અને દાદા શેખ અબ્દુલ્લા પણ જમ્મુ-કાશ્મીરના સીએમ રહી ચુક્યા છે. આ તસવીર રવિવારે સાંજે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકની છે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાનું સત્ર 4 નવેમ્બરથી શરૂ થયું છે. સૌથી પહેલા સ્પીકરની પસંદગી કરવામાં આવી હતી.
ભાજપને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે અબ્દુલ્લા સરકાર ભાજપને ડેપ્યુટી સ્પીકરનું પદ આપી શકે છે. જો કે, હજુ સુધી સરકાર દ્વારા ભાજપને આ સંબંધિત કોઈ માહિતી આપવામાં આવી નથી. આજે મળનારી બેઠકમાં આ અંગે નિર્ણય પણ લેવામાં આવી શકે છે. રવિવારે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં સુનીલ શર્માને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હશે. જ્યારે સત શર્માને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
આતંકવાદી હુમલા મામલે સત્રમાં હોબાળો થવાની શક્યતાઓ ઓમર અબ્દુલ્લાએ સીએમ તરીકે શપથ લીધા બાદ રાજ્યમાં 6 આતંકી હુમલા થયા છે. લશ્કરના કમાન્ડર સહિત 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. 3 જવાનો પણ શહીદ થયા હતા. આ ઉપરાંત 8 પરપ્રાંતિય મજૂરોના પણ મોત થયા છે. રાજ્યમાં નવી સરકાર બન્યા બાદ આતંકવાદીઓએ પરપ્રાંતિયોને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે.
ઓમર અબ્દુલ્લાના પિતા ફારૂક અબ્દુલ્લાએ આતંકવાદીઓ પર આપેલા નિવેદનને લઈને પણ સત્રમાં હંગામો થવાની શક્યતા છે. ખરેખરમાં ફારુકે કહ્યું હતું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓને મારવા જોઈએ નહીં, પરંતુ તેમની ધરપકડ કરવી જોઈએ. આ અંગે ભાજપે ફારૂક પર નિશાન સાધ્યું હતું.
ઓમર સીએમ બન્યા બાદ 8 હુમલા
- 3 નવેમ્બર: રવિવારે શ્રીનગરમાં પ્રવાસી રિસેપ્શન સેન્ટર નજીક માર્કેટમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો. જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ તરત જ હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
- 1-2 નવેમ્બરના રોજ 3 એન્કાઉન્ટર: 36 કલાકની અંદર, શ્રીનગર, બાંદીપોરા અને અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા. શ્રીનગરમાં લશ્કરનો કમાન્ડર માર્યો ગયો. અનંતનાગમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા.
- 28 ઓક્ટોબર: અખનૂરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા. એલઓસી પાસે આતંકીઓએ સેનાની એમ્બ્યુલન્સ પર ફાયરિંગ કર્યું હતું. આ પછી તેઓ જંગલ તરફ ભાગ્યા. 5 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સેનાનો કોઈ જવાન ઘાયલ થયો નથી.
- 24 ઓક્ટોબર: બારામુલ્લામાં આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો. જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. બે મજૂરોના પણ મોત થયા છે. PAFF સંગઠને હુમલાની જવાબદારી લીધી હતી.
- 24 ઑક્ટોબર: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના બટગુંડમાં આતંકવાદીઓએ એક પરપ્રાંતિય મજૂર પર ગોળીબાર કર્યો. ફાયરિંગમાં મજૂર ઘાયલ થયો હતો.
- 20 ઑક્ટોબર: ગાંદરબલના સોનમર્ગમાં કાશ્મીરના એક ડૉક્ટર, એમપીના એક એન્જિનિયર અને પંજાબ-બિહારના 5 મજૂરોએ જીવ ગુમાવ્યો. આની જવાબદારી લશ્કરના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી.
- ઑક્ટોબર 16 : શોપિયાંમાં આતંકવાદીઓ દ્વારા એક પરપ્રાંતિય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલા બાદ આ વિસ્તારમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
રાજ્યસભાની 4 બેઠકો પર પણ ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે જમ્મુ-કાશ્મીરની 4 રાજ્યસભા બેઠકો પર પણ ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે. આ માટેની ચર્ચાઓ અત્યારથી જ તેજ થઈ ગઈ છે. ચૂંટણીમાં જીતેલી બેઠકો અનુસાર રાજ્યસભાની બે બેઠકો એનસી-કોંગ્રેસ ગઠબંધન અને એક ભાજપને મળી શકે છે. એનસી પ્રમુખ ફારૂક અબ્દુલ્લાને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. નાદુરસ્ત તબિયતના કારણે તેમણે વિધાનસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.
બાકીની એક બેઠક પર ચૂંટણી થઈ શકે છે. ચૂંટણીમાં આ બેઠક કોને મળશે, તે સમયના રાજકીય સમીકરણો પરથી જ નક્કી થશે. 2015માં પણ આવી જ સ્થિતિ હતી. તત્કાલિન સત્તાધારી પીડીપી-ભાજપને એક-એક બેઠક મળી હતી. ત્યારપછી એનસીએ કોંગ્રેસના ઉમેદવાર (હવે ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના નેતા) ગુલામ નબી આઝાદને સમર્થન આપ્યું હતું. ચોથી સીટ ચૂંટણી બાદ પીડીપી-ભાજપ ગઠબંધનના ખાતામાં આવી હતી.