આવતીકાલથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વિવિધ જણસીઓની ખરીદી શરૂ કરવામાં આવનાર છે. જોકે, તે પૂર્વે સામજિક કાર્યોમાં અગ્રેસર રહેતા કોમેડિયન અને યુટ્યૂબર નીતિન જાની ઉર્ફે ‘ખજૂર’નું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જસદણ ખાતે એક કાર્યક્રમમાં ખજૂરે જણાવ્યુ
.
રાજકોટના જસદણમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા નીતિન જાની ઉર્ફે ખજુરે ખેડૂતોને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને ક્યારે પણ મગફળીના ભાવો મળતા નથી. તેથી વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ વિઝીટ કરવા કરતાં ખેડૂતોના ખેતરમાં વિઝીટ કરવી જોઈએ, ખેડૂતોના ખેતર અને ઘરની વિઝીટ કરવાથી તેમના અવેરનેસ આવશે.
નીતિન જાનીએ આગળ જણાવ્યું હતું કે, લોકો ખેડૂત વિષે જાણે છે. પરંતુ ખેડૂત કેટલી મહેનત કરે છે, તેના ભાવો મળે છે કે નથી મળતાં, તે મુદ્દા પર કોઈ પાસે પૂરતી જાણકારી નથી. એટલે ખેડૂતો પ્રત્યે અવેરનેસ થવા માટે યુવાઓએ આગળ આવવું જરૂરી છે. મારૂ માનવું છે કે, ખેડૂતો આગળ વધે અને તેઓને સારી વસ્તુઓ મળે તે માટે યુવાનોઆગળ વધશે તેટલું ગુજરાત અને ભારતનું કલ્યાણ થશે.