13 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ પરિણીતી ચોપરા રવિવારે 10 નવેમ્બરે પતિ રાઘવ ચઢ્ઢા સાથે બનારસ પહોંચી હતી. અહીં તેણે પતિ અને પરિવાર સાથે ગંગા આરતીમાં ભાગ લીધો હતો. વીડિયોમાં પરિણીતી ભક્તિમાં મગ્ન જોવા મળે છે. પરિણીતી ચોપરા લીલા રંગના પરંપરાગત પોશાકમાં દશાશ્વમેધ ઘાટ પર યોજાયેલી ગંગા આરતીમાં પહોંચી હતી, જ્યારે રાઘવ ચઢ્ઢાએ સફેદ કુર્તા સાથે હાફ જેકેટ પહેર્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની માતા અને પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા. ઘાટ પર દરેકનું સ્મૃતિચિહ્ન, અંગવસ્ત્રમ અને પ્રસાદથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ વીડિયો સામે આવ્યા બાદ પરિણીતી ચોપરા ખૂબ ટ્રોલ થઈ હતી પરિણીતી ચોપરાનો વીડિયો સામે આવ્યા બાદ ઘણા યુઝર્સ તેની અને પતિ રાઘવ ચઢ્ઢાની તુલના અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સાથે કરી રહ્યા છે. અનુષ્કા-વિરાટ ઘણીવાર ધાર્મિક સ્થળોએ પહોંચ્યા પછી ભક્તિમાં મગ્ન જોવા મળે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક યુઝરે લખ્યું છે કે, મને આ ગમે છે, પરંતુ 5 સેકન્ડ સુધી વીડિયો જોયા બાદ મને લાગ્યું કે તે અનુષ્કા શર્માની નકલ કરવાનો પ્રયાસ કરી રહી છે. અન્ય યુઝરે અનુષ્કાની નકલ કરતી હોવાનું લખ્યું. જ્યારે એકે લખ્યું હતું કે, અનુષ્કા અને વિરાટની રીલ બંને સુધી પહોંચી ગઇ લાગે છે!
એવા ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ છે જેઓ પરિણીતી અને રાઘવને ખુરશી પર બેસીને આરતી કરવા બદલ ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલિંગના કારણે આ કપલનો આ વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે.
પરિણીતી ચોપરાએ વર્ષ 2023માં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યાં હતાં. બંને અવારનવાર સાથે તસવીરો પોસ્ટ કરતાં રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી ચોપરા છેલ્લે 2023માં આવેલી ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં જોવા મળી હતી. ‘નેટફ્લિક્સ’ પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ તેનો કો-સ્ટાર હતો. આ ફિલ્મ માટે પરિણીતીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હાલમાં તેની પાસે કોઈ આગામી પ્રોજેક્ટ નથી.