ટી-20 વર્લ્ડ કપ પછી BCCI દ્વારા ભારતની મહિલા ટીમ માટે વધુ બે ટીમો સાથે શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે અને નવા વર્ષના પ્રારંભે જાન્યુઆરી 2025માં આયર્લેન્ડ સામે વનડે મેચની શ્રેણી રમશે જે તમામ 3 મેચ રાજકોટના નિરંજન
.
જાન્યુઆરી મહિનામાં આનંદો છવાશે રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસીકો માટે નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં આનંદો છવાશે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત વિમેન્સ ટીમ મહેમાન બની ક્રિકેટ મેચ રમશે અને મહિલા ખેલાડીઓ ચોગ્ગા-છગ્ગાના વરસાદ સાથે પ્રેક્ષકોને ખુશ કરી દેશે. આગામી 10, 12 અને 15 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય મહિલા ટીમ આર્યલેન્ડ મહિલા ટીમ સાથે ત્રણ વનડે મેચની સિરીઝ રમશે. જે મેચની શરૂઆત સવારે 11 વાગ્યાથી થશે.
પહેલીવાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રાજકોટ મેચ રમવા આવશે બોર્ડ ઓફ કંટ્રોલ કોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) આગામી સમયમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે વેસ્ટ ઇન્ડિઝ અને આર્યલેન્ડ સામેની સિરીઝની જાહેરાત કરી છે. જેથી ભારતીય મહિલા ટીમ પહેલા વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામે ટી-20 અને વનડે મેચની સિરીઝ રમશે બાદ રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર આર્યલેન્ડ વુમન ટીમ સામે ત્રણ વન-રે મેચની સિરીઝ રમશે. જેમાં તા.10 જાન્યુઆરી 2025ના શુક્રવાર, 12 જાન્યુઆરી 2025ને રવિવાર અને તા.15 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ આ મેચ રમાશે. રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર પહેલીવાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મેચ રમવા માટે આવશે. ત્યારે આ કાર્યક્રમને લઇ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ભારત સહિત 8 ટીમો ભાગ લેશે ઉલ્લેખનીય છે કે, મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025માં ભારતમાં યોજાનાર છે. આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. આમાં ભારત સહિત 8 ટીમો ભાગ લેશે. ત્યારે વર્લ્ડકપ પૂર્વે આ બન્ને શ્રેણી ભારતીય મહિલા ટિમ માટે અગત્યતા ધરાવી રહી છે. આ સાથે જાન્યુઆરીના અંતમાં 28 જાન્યુઆરી 2025ને મંગળવારના રોજ ભારત અને ઇંન્ગલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ પણ રાજકોટમાં યોજાશે આમ જાન્યુઆરી મહિનામાં રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવ મળશે.