કનેસરા ગામે વાડી વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન મનુભાઈ કુકડિયા (ઉ.વ.23) એ દેવ દિવાળીના દિવસે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ પરિવારને થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન આજે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવ
.
3 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન શહેરના 150 ફુટ રીંગ રોડ પર ઓમનગર સર્કલથી અંદર આવેલ ધરમનગર ખાતેથી બિનવારસી મારૂતિ સુઝુકી વર્ષા ગાડી છે, તેમાંથી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દરોડો પાડતા જીજે.13.એફ.1569 કારમાંથી દારૂની 145 બોટલ અને બિયરના 96 ટીન કબ્જે કરી રૂપિયા 3 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાર્ટ એટેક આવ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું રાજકોટમાં 80 ફુટ રોડ પર હરિદ્વાર શેરી નંબર 2 માં રહેતાં પંકજભાઈ માવજીભાઈ પિત્રોડા (ઉ.વ.47) આજે સવારનાં 8.30 વાગ્યાની આસપાસ ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નંબર-4માં આવેલ રોયલ ફેબ્રિકેશન નામનાં કારખાનામાં હતાં ત્યારે અચાનક તબિયત લથડતાં અર્ધબેભાન થઈ જતાં તેઓને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતક પંકજભાઈને કુવાડવામાં લોખંડનું કારખાનું છે. તેઓ આજે સવારે રોયલ ફેબ્રિકેશન નામનાં કારખાનામાં સામાન લેવાં ગયાં હતાં ત્યારે હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
સારવાર દરમિયાન રાજેશગીરીએ દમ તોડી દીધો ફરિયાદી નીશાબેન રાજેશગીરી ગૌસ્વામી (ઉ.વ.49) એ ફરિયાદમા જણાવ્યું હતું કે સંતાનમાં એક દિકરી છે અને દિકરો અવસાન પામ્યો છે. પતિ રાજેશગીરી રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા. ગઈકાલ સવારનાં 11 વાગ્યાની આસપાસ જાણ થયેલ કે રાજેશગીરીનું મુંજકા ચોકડી થી ઘંટેશ્વર તરફ જવાના રસ્તે પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયેલ છે. જેથી, તુરંત બનાવ સ્થળે પહોંચી જોયુ તો પતિ રાજેશગીરી લોહી લુહાણ હાલતમાં પડેલ હતા. આ દરમિયાન 108 આવી જતા તેઓને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રાજેશગીરીએ દમ તોડી દીધો હતો. રાજેશગીરી રિક્ષા ચલાવી જતાં હતાં ત્યારે મુંજકા ચોકડીથી ઘંટેશ્વર તરફ જતા રોડ કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હોટલ પાસે પહોંચતા તબિયત લથડી હતી રાજકોટ જિલ્લામાં પડધરીના ખામટા ગામે રહેતા ચંદુભાઈ રામજીભાઇ સંચાણીયા (ઉ.વ.60) તેઓ ગત તા.8.11.2024ના રોજ રાજકોટથી પોતાના ઘરે પરત જતાં હોય ત્યારે રાત્રીના 9.30 વાગ્યાની આસપાસ પડધરી બાયપાસ ભારત હોટલ પાસે પહોંચતા તબિયત લથડી હતી અને તેઓને અર્ધબેભાન હાલતમાં પડધરી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાનું જણાવ્યું હતું અને વૃદ્ધનું માથાના ભાગે ઓપરેશન કરવામાં આવ્યું હતું બાદ ત્યાંથી વૃદ્ધને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં જ્યાં સારવારમાં દમ તોડી દિધો હતો. મૃતક ચંદુભાઈ કરિયાણાની દુકાન ચલાવતા હતા તેઓ અપરણિત હતાં અને એક ભાઈ અને એક બહેનમાં મોટા હોવાનું મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું હતું.