સ્પોર્ટ્સ ડેસ્ક18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટેસ્ટ અને વન-ડેમાં ભારતનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા 24 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પહોંચશે. તે પર્થમાં ટીમ સાથે જોડાશે, પરંતુ ટેસ્ટ ટીમનો ભાગ નહીં હોય. તે બીજી ટેસ્ટ મેચથી ટીમની આગેવાની સંભાળશે.
રિપોર્ટ અનુસાર, રોહિતે આ અંગે BCCIને જાણ કરી છે. રોહિતની ગેરહાજરીમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પ્રથમ ટેસ્ટમાં ટીમની કમાન સંભાળશે. જ્યારે કેએલ રાહુલ ઓપનિંગ કરી શકે છે.
રોહિત સિવાય ભારતીય ટીમના બાકીના ખેલાડીઓ 10-11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા. રોહિતે BCCI અને પસંદગી સમિતિને પહેલા જ કહી દીધું હતું કે તે પર્થ ટેસ્ટ ચૂકી શકે છે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ આવતીકાલથી શરૂ થશે. બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે, જે ડે-નાઈટ મેચ છે.
રોહિત બીજી વખત પિતા બન્યો ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ અને વન-ડે કેપ્ટન રોહિત બીજી વખત પિતા બન્યો છે. તેની પત્ની રિતિકા સજદેહે 15 નવેમ્બરે મોડી રાત્રે એક પુત્રને જન્મ આપ્યો હતો. રોહિતે પોતાના બાળકના જન્મ માટે ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લીધો હતો.
2015માં લગ્ન કર્યા હતા રોહિતે 13 ડિસેમ્બર 2015ના રોજ રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. 30 ડિસેમ્બર 2018ના રોજ રિતિકાએ દીકરી સમાયરાને જન્મ આપ્યો. સમાયરા હવે 5 વર્ષની છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રોહિત, રિતિકા અને તેમના પુત્રનો ફોટો છે.
કેએલ રાહુલ પણ પિતા બનવા જઈ રહ્યો છે ટીમ ઈન્ડિયાનો બેટર કેએલ રાહુલ પણ ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર રાહુલ જાન્યુઆરી 2025માં પિતા બની શકે છે. આ વર્ષે જાન્યુઆરીમાં વિરાટ કોહલી પણ બીજી વખત પિતા બન્યો હતો. તેની પત્ની અનુષ્કા શર્માએ પુત્ર અકાયને જન્મ આપ્યો.
ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ રમશે ટીમ ઈન્ડિયા 32 વર્ષ બાદ 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવા ઓસ્ટ્રેલિયા ગઈ છે. સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે, ત્યારબાદ ટીમ 6 ડિસેમ્બરથી એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ રમશે. સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં પહોંચવા માટે ભારતે ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટ જીતવી પડશે.
સ્પોર્ટ્સના સમાચાર પણ વાંચો…
પર્થ ટેસ્ટ પહેલા કેપ્ટન બુમરાહે કહ્યું- અમે તણાવમાં નથી
ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે અનુભવી બેટર વિરાટ કોહલીનો બચાવ કર્યો છે. પર્થ ટેસ્ટ પહેલા બુમરાહે કહ્યું કે ‘મારે કોહલીને કંઈ કહેવાની જરૂર નથી. મેં તેની કેપ્ટનશિપમાં ડેબ્યુ કર્યું છે. સિરીઝમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, પરંતુ તેનો આત્મવિશ્વાસ અકબંધ રહે છે.’ સંપૂર્ણ સમાચાર વાંચો…
રોહિતની જગ્યાએ કોણ ઓપનિંગ કરશેઃ હર્ષિત-નીતિશ ડેબ્યૂ કરી શકે છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ આવતીકાલથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં શરૂ થશે. ભારત માટે WTC ફાઈનલમાં પહોંચવા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાંચ મેચની સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમનું કોમ્બિનેશન કેવું હશે તે એક મોટો સવાલ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…