રાજકોટ શહેરની સબ રજીસ્ટ્રાર કચેરી-ઝોન 1માં કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી કરતાં કર્મચારીએ અગાઉ નોકરી કરી ચૂકેલા શખસે અન્ય બે શખ્સો સાથે મળી પૂર્વયોજીત કાવતરું રચી કચેરીના કોમ્પ્યુટરમાં રહેલા હસ્તલેખિત 1956થી 1972ની સાલના 17 દસ્તાવેજોમાં છેડછાડ કરી ખોટ
.
રાજકોટ સબ રજીસ્ટર ઝોન-1 માં સબ રજીસ્ટર તરીકે ફરજ બજાવતાં અતુલભાઈ મધુભાઈ દેસાઈએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષ સાહલીયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ડી ચાવડાનું નામ આપતાં પ્રદ્યુમનનગર પોલીસે આઈપીસી 420, 464, 467, 468 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જયદીપ ઝાલાની ધરપકડ કરી અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ગત તા. 24/10/2024ના રોજ રૈયાના સર્વે નં. 277/1 પ્લોટના નં. 42ના ગામ નમૂના નં. 2 નોંધ રદ કરવાના કામે કાગળ મળેલ હતો. જે નોંધની તપાસ કરતાં સ્કેનિંગ વાળા દસ્તાવેજ અને 1972ના ખરા દસ્તાવેજમાં વિસંગતા જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદમાં પોલીસે જયદીપ ઝાલાને પકડી પાડી સઘન પુછતાછ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની પુછપરછમાં જયદીપ ઝાલાએ જણાવ્યું હતું કે, મઘરવાડામાં આવેલ એક મિલકત જે જુની શરતની હતી તેમની માલીકી ધરાવતાં વૃદ્ધાનું અવસાન થતાં તે મિલકતનાં બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત એકથી વધુ આરોપીઓએ જે મિલકતનાં માલીકોનું અવસાન થયેલ હોય કે વિદેશ રહેતા હોય તેવી અનયુઝ મિલકતો શોધી તેનાં દસ્તાવેજમાં કોઈ એક વ્યકિતનો ફોટો તેમજ તેમનાં બોગસ આધારકાર્ડ પાનકાર્ડ બનાવી તે મિલકત પચાવી પાડવાની મોડસ ઓપરેન્ડીથી કામ કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં મઘરવાડા ગામ, રામપર, મવડી, રૈયા સહીત અન્ય વિસ્તારોની મળી કુલ 17થી વધુ મિલકતોનાં બોગસ દસ્તાવેજો બનાવી કરોડોની મીલકતો પચાવી પાડવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે. હાલ પોલીસે કોમ્પ્યુટર ઓપરેટર જયદીપ ઝાલાને સકંજામાં લઇ ફરાર આરોપી હર્ષ સોની અને કિશન ચાવડાની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ શહેર (દક્ષિણ) તાલુકાના મવડી-2 ગામના સર્વે નં.194 પૈકીની જમીન એકર 10-00 ગુંઠા નાજાભાઈ રઘાભાઈના વારસદાર તરીકે લખાભાઈ નાજાભાઈ તથા સર્વે નં.-194 પૈકીની જમીન એકર 9-13 ગુંઠા ડાયાભાઈ દેશાભાઈના વારસદાર તરીકે વિનોદભાઈ માવજીભાઈ પારઘીએ સ્ટેટના લેખના આધારે ખેડવાણ કબ્જા હક્ક નિયમબધ્ધ કરી આપી રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા જિલ્લા કલેકટરને અરજી કરી હતી. જેના પુરાવા તરીકે લખાભાઈ નાજાભાઈ ખીમસુરીયાએ તેમના પિતા નાજાભાઈ રઘાભાઇના નામનો તા. 26/10/1937નો લેખ તથા બેઠા ખાતાના ઉતારાની નકલ અને તે જ રીતે વિનોદભાઇ માવજીભાઈ પારઘીએ તેમના દાદા ડાયાભાઇ દેશાભાઈના નામનો તા. 26/10/1932નો લેખ તથા બેઠા ખાતાના ઉતારાની નકલ રજુ કરી રાજકોટ શહેર (દક્ષિણ) તાલુકાના મવડી-2 ગામના સર્વે નં.194 પૈકીની જમીન ઢૂગલાવારી ધાર તથા મારવારૂ ખેતર તરીકે ઓળખાતી જમીન વરસાઇ દરજ્જે નામે ચડાવવા રજુઆત કરી હતી તે આધારે મામલતદારને વિગતવાર અહેવાલ દરખાસ્ત કરવાની સુચના અન્વયે અરજદારે રજુ કરેલા આધાર પુરાવાની ખરાઇ કરતા તેમાં વિસંગતતાઓ જણાઇ આવી હતી. આથી આ બાબતે સંબંધિત કચેરીઓ પાસેથી ખરાઈ કરાવતાં ઉપરોક્ત દસ્તાવેજી પુરાવાઓ બનાવટી હોવાનું જણાઇ આવતાં મામલતદારને પોલીસ ફરિયાદ કરવા અધિકૃત કરતાં તેમણે તા. 12/12/2024થી બન્ને આસામીઓ સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.