40 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર સલમાન ખાનના જન્મદિવસના અવસર પર આજે રિલીઝ થવાનું હતું, પરંતુ હવે મેકર્સે તેની તારીખ આગળ વધારી દીધી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જોકે, મેકર્સે નવી તારીખ પણ જાહેર કરી દીધી છે. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે. શોકની આ ઘડીમાં અમારી સંવેદના દેશની સાથે છે. આ સમજવા બદલ આભાર.
આ પહેલા ફિલ્મનો ફર્સ્ટ લૂક પોસ્ટર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં સલમાન ખાન જોવા મળ્યો હતો. જો આપણે તેના લુક વિશે વાત કરીએ તો, એક્ટર ખૂબ જ દમદાર અવતારમાં જોવા મળ્યો હતો. આ પોસ્ટર દ્વારા ચાહકોને ફિલ્મના ટીઝર વિશે પણ જાણકારી આપવામાં આવી હતી.
‘સિકંદર’ વર્ષ 2025માં રિલીઝ થશે ફિલ્મ સિકંદર આવતા વર્ષે (2025) રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક એ. આર. મુરુગદોસ દિગ્દર્શન કરી રહ્યા છે, જેમણે અગાઉ ‘ગજની’, ‘હોલિડે’ અને ‘અકીરા’ જેવી હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. જ્યારે સાજિદ નડિયાદવાલા તેના પ્રોડ્યૂસર છે.