દિવ્યાંગોને તેમના વિસ્તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના લાભ મળી રહે તેવા ઉમદા ઉદેશ્યથી રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, જિલ્લાના દરેક તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજાઈ રહ્યા છે. જે અન્વયે રાજકોટ મહાનગરમાં આગામી 16
.
દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી દિવસોમાં બાકીના તાલુકાઓ તેમજ રાજકોટ મહાનગરમાં વોર્ડ પ્રમાણે કેમ્પ યોજવા કલેક્ટરે સૂચના આપી હતી. આ સાથે દિવ્યાંગોને સરળતાથી બધા લાભો અને સાધન સહાય મળી રહે તેમજ દિવ્યાંગતા મુલ્યાંકનની પ્રક્રિયા પણ સરળ રીતે થાય અને દિવ્યાંગોને કોઈ તકલીફ ન પડે તે જોવા ખાસ સૂચના આપી હતી.
રાજકોટ મહાનગરમાં તા.16 થી 18 જાન્યુઆરી દરમિયાન સવારે 9 થી સાંજે 5 સુધીમાં જૂની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) ખાતે કેમ્પ યોજાશે. જેમાં 16 જાન્યુઆરીએ વોર્ડ નંબર 1 થી 7 ના દિવ્યાંગજનો આ કેમ્પનો લાભ લઈ શકશે. 17 મી જાન્યુઆરીએ વોર્ડ નં.8 થી 14 ના દિવ્યાંગજનોએ કેમ્પમાં આવવાનું રહેશે. જ્યારે 18મી જાન્યુઆરીએ વોર્ડ નં.15 થી 23ના દિવ્યાંગજનો કેમ્પનો લાભ લઈ શકશે.
ઉપલેટા તાલુકાનો દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ 20મી જાન્યુઆરીએ સવારે 9થી 5 સુધી સરકારી હોસ્પિટલ ખાતે યોજવામાં આવશે. જ્યારે ધોરાજી તાલુકાનો કેમ્પ 21મી જાન્યુઆરીએ સરકારી હોસ્પિટલ ખાતે યોજાશે. જેતપુર તાલુકાનો કેમ્પ 22મી જાન્યુઆરીએ સરકારી હોસ્પિટલ ખાતે યોજાશે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ અગાઉના કેમ્પ અંગે જણાવ્યું હતું કે, પડધરી, વિંછીયા, લોધિકા, જસદણ, રાજકોટ ગ્રામ્ય, કોટડા સાંગાણી, ગોંડલ અને જામકંડોરણા તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજાઈ ચૂક્યા છે. જેમાં 2197 દિવ્યાંગોનું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાંથી દિવ્યાંગોને વિવિધ સહાયનો લાભ મળ્યો છે.
આ 8 કેમ્પમાં 1930 સાધન સહાય આપવામાં આવી છે. જ્યારે રૂપિયા 1.74 કરોડની રકમની સહાય અને સાધન સહાય અપાઈ છે. 882 નવા મેડિકલ સર્ટી આપવામાં આવ્યા છે. 396 દિવ્યાંગ લાભાર્થીઓને સમાજ સુરક્ષા ખાતાની યોજનાના લાભ અપાયા છે. જ્યારે 108 આભા કાર્ડ કાઢવામાં આવ્યા છે. આ કેમ્પ માટે પીજીવીસીએલ તરફથી સી.એસ.આર. હેઠળ રૂ.57 લાખ જ્યારે આઈ.ઓ.સી.એલ.માંથી સી.એસ.આર. હેઠળ રૂ.48 લાખનું ફંડ મળ્યું છે. જિલ્લા કલેક્ટરરના નિર્દેશ મુજબ દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ પૂર્વે તાલુકાઓમાં-મહાનગરમાં વોર્ડ પ્રમાણે સર્વે કરીને દિવ્યાંગજનોની સંખ્યા જાણવામાં આવી હતી. બાદમાં કેમ્પ યોજવાનું શરૂ કરવામાં આવ્યું છે.