અમૃતસર3 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર અનન્યા પાંડેએ તેની માતા ભાવના પાંડે અને બહેન રિસા પાંડે સાથે અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા. આ દરમિયાન એક્ટ્રેસ સફેદ ફૂલવાળો સૂટ પહેરેલી જોવા મળી હતી. અનન્યાએ સોશિયલ મીડિયા પર તેની મુલાકાતની ઘણી તસવીરો શેર કરી હતી, જેમાં તે સુવર્ણ મંદિરમાં હાથ જોડીને પ્રાર્થના કરતી જોવા મળી હતી.
પૂજા કર્યા પછી અનન્યા અને તેના પરિવારે અમૃતસરની પરંપરાગત વાનગીઓનો સ્વાદ ચાખ્યો. તેણે અહીંના ફેમસ કુલહડમાં લસ્સી અને કુલચાનો આનંદ માણ્યો હતો, જેની એક ઝલક તેણીએ તેના ચાહકો સાથે પણ શેર કરી હતી.
એક્ટ્રેસ દ્રારા શેર કરવામાં આવેલ તસવીરની એક ઝલક
અમૃતસરની પરંપરાગત વાનગીઓનો સ્વાદ ચાખ્યો
અમૃતસરમાં લસ્સી પીતી અનન્યા પાંડે.
અગાઉ, તેણે નેટફ્લિક્સ ફિલ્મ ‘CTRL’માં નૈલા અવસ્થીનું પાત્ર ભજવ્યું હતું. ANIને આપેલા ઈન્ટરવ્યુમાં અનન્યાની માતા ભાવના પાંડેએ તેની પુત્રીની મહેનતની પ્રશંસા કરી અને કહ્યું કે તે તેની સિદ્ધિઓ પર ગર્વ અનુભવે છે. તેણે અનન્યાને ટીકાથી દૂર રહેવા અને તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ પણ આપી. આગામી પ્રોજેકટ વિશે વાત અનન્યા ટૂંક સમયમાં રોમેન્ટિક ડ્રામા ‘ચંદા મેરા દિલ’માં જોવા મળશે, જેમાં તેની સાથે એક્ટર લક્ષ્ય પણ છે. વિવેક સોની દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મ 2025માં જ રિલીઝ થશે.