પ્રયાગરાજમાં રાત્રે નાસભાગની ઘટના બાદ ત્યાંથી બને તેટલાં લોકો પરત જાય તે માટે તંત્ર દ્વારા વધારાની ટ્રેનો મુકવામાં આવી હતી. આ સાથે પ્રયાગરાજ જતી ટ્રેનો અધવચ્ચે જ અટકાવી દેવામાં આવતાં તે આઠથી દસ કલાકના વિલંબથી પ્રયાગરાજ પહોંચી હતી. સવારના નવ વાગ્યે પ્
.
ફસાયેલા બાળકને પોલીસે બચાવ્યો
મૌની અમાવસના અમૃત સ્નાન કરવા માટે ગોધરાનો પરિવાર પ્રયાગરાજ પહોંચ્યો પણ બેરિકેટ તુટતા અટવાઇ ગયો હતો. ગોધરાનો કિશોર દબાયો હતો. પિતાની બુમાબુમથી પોલીસ મદદે આવી અને પુત્રને બચાવ્યો.
દોડધામમાં વિખૂટી પડેલી પરિવારની 3 મહિલા 12 કલાકે મળી
પ્રયાગરાજના મહાકુંભમાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કરવા માટે સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. જેમાં ગોધરાના 7 સભ્યનો પરિવાર મંગળવારની મધરાતે સંગમ ઘાટ તરફ સ્નાન કરવા 1.30 કલાકે જઇ રહ્યું હતું. તે દરમિયાન અચાનક જ બેરીકેટ તૂટતા ભાગદોડ મચી ગઇ હતી. પરીવારની 3 મહિલા પણ વિખુટી પડી ગઇ હતી. જે મહિલાઓનું પરિવાર સામે 12 કલાક બાદ મિલન થયું હતું.