ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાને સુખલીપુરાની જામીન વેચવાના બહાને ખોટો જમીન માલિક ઉભો કરી દસ્તાવેજ કરી દઈને ઠગાઈ કરવાના ચકચારી બનાવમાં સમા પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે આ ગુનાની તપાસ ઈક્કો સેલને તપાસ સોંપવામાં આવી હતી.
.
પૂર્વ શિક્ષણ સમિટીના ચેરમેન દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલ તથા કમલેશ લાલજી દેત્રોજાએ નડિયાદ ફતેપુરા કામના જામાજી પુજાજી સોઢાને રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરી દસ્તાવેજ કરાવી રૂ. રૂ.21 લાખ પડાવી લીધા હતા. દસ્તાવેજ કરવા માટે જામાજીને રૂ.5 લાખ અપાયા હતા. જોકે બીજી બાજુ દિલીપસિંહ હજી પોલીસ પકડી શકી નથી.
ત્યારે તા.1 ફેબ્રુઆરીએ ઈક્કો સેલે કમલેશ લાલજીભાઈ દેત્રોજા(રહે, વાત્સલ્ય કુંજ, અટલાદરા)ને પકડી પાડ્યો હતો. સોમવારે કમલેશના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટ સમક્ષ ફરી રજૂ કરીને વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ગુનામાં ઉપયોગ લેવાયેલી કાર કબજે કરવા ઠગાઈના રૂપિયા રિકવર કરવા, આ સાથે અન્ય કોઈ વ્યક્તિ સાથે ઠગાઈ કરી છે કે કેમ તે તમામ મુદ્દાની તપાસ કરવા રિમાન્ડ મેળવ્યા હતા.