– પરીક્ષા
સમિતિની મળેલી બેઠકમાં પરીક્ષાર્થીઓ માટે પીવાના પાણી, આરોગ્યની સુવિધાઓ,
ટ્રાફિક સંચાલન અંગે ચર્ચા થઇ
સુરત
બોર્ડની
પરીક્ષાની સાથે જ મેટ્રોની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી હોવાથી પરીક્ષાના દિવસે
વિદ્યાર્થીઓ અટવાય નહીં અને સમયસર પરીક્ષા કેન્દ્વે પહોંચી જાય તે માટે આજે મળેલી
પરીક્ષા સમિતીની બેઠકમાં મેટ્રો ના ટ્રાફિક પોઇન્ટ નક્કી કરાશે. અને ગત વર્ષની જેમ
જ રિહર્સલ કરીને વિદ્યાર્થીઓ ઝડપથી પહોંચી શકે તેવુ આયોજન કરવાનો નિર્ણય લેવાયો હતો.
બોર્ડની
પરીક્ષાને લઇને આજે જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળેલી પરીક્ષા
સમિતિની બેઠકમાં ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, પરીક્ષા કેન્દ્ર પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની
સુવિધાઓ સહિત તમામ પૂર્વ ૈતૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરે
વિદ્યાર્થીઓ ભયમુકત અને શાંત ચિતે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા તેમજ
શહેર- જિલ્લામાં ટ્રાફિકના સમયમાં વિદ્યાર્થીઓ નિયત સમય મર્યાદામાં પરીક્ષા
કેન્દ્વો સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનું સુચન કરાયુ હતુ. આથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગત વર્ષની જેમ આ
વર્ષે પણ જે જે વિસ્તારોમાં પરીક્ષા કેન્દ્વો છે. અને મેટ્રોની કામગીરી ચાલી રહી
છે. અને જયાં જયાં ટ્રાફિક જામના પ્રશ્નો સર્જાય તેવા ટ્રાફિક પોઇન્ટ નક્કી કરીને
આ વિસ્તારના રહેતા કે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર નિયત સમયે
પહોંચી શકે તે માટેનુ આયોજન કર્યુ છે. અને ટ્રાફિક પોલીસનો પણ સહયોગ લેવાશે. આ
બેઠકમાં પરીક્ષા પે ચર્ચા બુકલેટનું લોન્ચીંગ કરાયુ હતુ.
બોર્ડની
પરીક્ષામાં ધોરણ ૧૦ ની પરીક્ષાનો સમય સવારે ૧૦.૩૦ થી ૧.૧૫ અને ધોરણ ૧૨ માં બપોરે
૩.૦૦ થી ૬.૧૫ નો રહેશે
બન્ને
બોર્ડ થઇને કુલ 1.53 લાખ પરીક્ષાર્થી
આ
મહિનાના એન્ડમાં શરૃ થનાર બોર્ડની પરીક્ષામાં સુરત જિલ્લામાં ધોરણ ૧૦ ના કુલ ૯૧,૮૩૦ ધોરણ ૧૨ સામાન્ય
પ્રવાહના ૪૫૭૨૦ ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહ ૧૫૭૪૦ મળીને કુલ ૧,૫૩,૨૯૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે ૧૪ ઝોનમાં ૮૫ પરીક્ષા કેન્દ્રો,
૫૨૪ બિલ્ડીંગોના સીસીટીવીથી સજ્જ ૫૩૭૨ બ્લોકમાં પરીક્ષા લેવાશે.
પરીક્ષાલક્ષી
કોઇ પણ મદદ માટે આજથી હેલ્પલાઇન શરૃ
બોર્ડની
પરીક્ષામાં વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી કોઇ મુશ્કેલી હોય
અને પરીક્ષાલક્ષી કોઇ પણ પ્રકારની પુછપરછ કરી શકે તે માટે આજથી જિલ્લા
શિક્ષણાધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૃમ શરૃ કરાયો છે. આ કંટ્રોલરૃમના ૦૨૬૧-૨૬૬૨૯૦૨
પર ફોન કરીને સંર્પક કરતા મદદ મળશે.
પેપર લીક
ના થાય તે માટે ફકત ડીઇઓના પ્રતિનિધિ અને આચાર્ય પાસે જ ફોન રહેશે
બોર્ડની
પરીક્ષાના ચૂસ્ત આયોજન વચ્ચે પરીક્ષા કેન્દ્વોમાં ફકત જિલ્લા શિક્ષણાધિકારીના બે
સરકારી પ્રતિનિધિ અને શાળાના આચાર્ય આ ત્રણ પાસે જ મોબાઇલ ફોન રાખવાની છુટ આપવામાં
આવી છે. જયારે પરીક્ષા બ્લોકમાં ફરજ બજાવતા શિક્ષકો એવા ખંડ નિરીક્ષકોને પણ મોબાઇલ
સાથે રાખવાની છુટ આપવામાં આવી નથી. ખંડ નિરીક્ષકોએ સીલબંધ પેપર સીસીટીવીમાં દેખાઇ
તે રીેતે ખોલવાનું રહેશે. સાથે જ પરીક્ષામાં ફરજ બજાવનારા તમામ સ્ટાફના ફોટા આઇ.ડી
સાથે નું લિસ્ટ એપ્રુવલ કરવામાં આવશે. અને તે જ શિક્ષકો કે સ્ટાફ પરીક્ષા
કેન્દ્રમાં જઇ શકશે.
વિદ્યાર્થીઓ
કયુઆર કોડથી પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે
આજના
હાઇટેક યુગમાં વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાનું કેન્દ્ર ઓનલાઇન જાણી શકે તે માટે
કયુઆર કોડ આપવામાં આવશે. આ કયુઆર કોડ સ્કુલના નોટીસ બોર્ડ પર લગાડવામાં આવશે.
વિદ્યાર્થીઓ કયુઆર કોડ દ્વારા પરીક્ષા કેન્દ્ર પર જઇ શકશે..