- Gujarati News
- Business
- 2024 Will Be A Challenging Year For The US Economy, Fed May Decide To Cut Interest Rates Based On Inflation
મુંબઇ4 કલાક પેહલા
- કૉપી લિંક
- અમેરિકાની રાજકોષીય ખાધ પણ 10 વર્ષ સુધી સતત 6%ની આસપાસ રહેવાનો અંદાજ
અમેરિકન માર્કેટના આંકડાઓ પૂર્વાનુમાન કરતાં વિપરિત આવ્યા છે. જીડીપી, પીએમઆઇ, ડ્યૂરેબલ્સ ગુડ્સ અને ઓર્ડર અને ફુગાવાએ આશ્ચર્યચકિત કરી દીધા છે. 2023ના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી 4.8% હતી અને ચોથા ક્વાર્ટરમાં જીડીપી 3.4% પર હતી.
રક્ષા અથવા પરિવહનને છોડીને ડ્યૂરેબલ ગુડ્સના ઓર્ડર પણ મહામારી પૂર્વેના સ્તર કરતાં ઉપર છે તેવું બંધન AMCના અર્થશાસ્ત્રી શ્રીજીત બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું.
અમેરિકન અર્થતંત્રનો ચિતાર રજૂ કરતા બાલાસુબ્રમણ્યમે વધુમાં જણાવ્યું હતું કે માર્ચમાં જોડવામાં આવેલી કૃષિ ક્ષેત્ર વગરની નોકરીઓ (3,03,000) માર્કેટની અપેક્ષા કરતાં વધુ રહી હતી, જો કે જાન્યુઆરીની તુલનાએ પ્રતિ કલાક આવકમાં ઘટાડો થયો છે અને લેબરફોર્સની ભાગીદારી વધી રહી છે. નોકરીની તકો ઘટી રહી છે. નૉન હાઉસિંગ કોર સર્વિસીઝ ઇનફ્લેશન વધુ છે. વિશ્વની બદલાતી સ્થિતિમાં તેના પર પણ અસર જોવા મળી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાઉસિંગ માર્કેટમાં પણ મોર્ગેજ દરોમાં 7%ની વૃદ્ધિને અનુરૂપ ઘટાડો જોવા મળ્યો નથી. ગત વર્ષે ઘરની કિંમતમાં વૃદ્ધિ ન્યૂનતમ સ્તર પર પહોંચી હતી અને ઓછી સપ્લાયને જોતા માર્કેટમાં શરૂઆતના સમયમાં ઉછાળો જોવા મળ્યો હતો. અત્યારના ઘરનું વેચાણ નબળું હોવાને કારણે નવા ઘરોનું વેચાણ મજબૂત જણાઇ રહ્યું છે. કારણ કે માલિક ખૂબ ઓછા નિશ્ચિત મોર્ગેજના દરોમાંથી બહાર નીકળવાનું પસંદ કરતા નથી. ગ્રાહકોનો ભરોસો પણ જળવાયેલો રહ્યો છે.
અમેરિકન અર્થતંત્રના કેટલાક નબળા પાસાઓ પર વાત કરીએ તો તેમાં રિટેલ વેચાણ છે જે વર્ષના શરૂઆતમાં સબ-કેટેગરીમાં ઘટ્યું હતું. બીજી તરફ ક્રેડિટ કાર્ડ અને ઑટો લોન લેવાના ટ્રેન્ડમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. ગ્રાહકો હવે કિંમતો પ્રત્યે વધુ સંવેદનશીલ જણાઇ રહ્યા છે અને કેટલીક વસ્તુઓની ખરીદી ટાળી રહ્યા છે. જેને કારણે કંપનીઓ તેમજ ઉદ્યોગો માટે ઉચ્ચ ખર્ચને પહોંચી વળવું વધુ પડકારજનક બની રહ્યું છે. તે ઉપરાંત એકંદરે મજબૂત ડેટા સંભવિત રીતે ઓછી આવક વાળા ક્ષેત્રોમાં નરમાઇને છૂપાવી શકે છે, જેમાં સંભવત: મહામારી દરમિયાન કરેલી બચતમાં ઝડપી ગતિએ ઘટાડો નોંધાયો છે.
ફેડરલ રિઝર્વની ફુગાવા પર સતત નજર રહેશે
ફેડ આ વર્ષે 75 બીપીએસના કાપના પોતાના અનુમાન પર અડગ છે કારણ કે તાજેતરમાં જ 2%ના ફુગાવાના આંકડાને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓને તે વિશ્વાસ હાંસલ કરવાની જરૂરિયાત છે કે ફુગાવો સતત 2%ના સ્તરેથી નીચે જઇ રહ્યો છે, પરંતુ નીતિગત દરો તટસ્થ દરોના કોઇપણ અનુમાનથી ઉપર છે. મધ્યમ ગાળા દરમિયાન મહામારી તેમજ ઉચ્ચ રાજકોષીય ખાધ બાદ લાંબા ગાળા માટે ન્યૂટ્રલ રેટ્સના અનુમાનમાં ફેરફાર જોવા મળી શકે છે. અત્યાર માટે અમેરિકન અર્થતંત્રમાં સંભવિત ઘટાડો તેમજ ફેડની પ્રતિક્રિયાનું આકલન કરવા માટે ડેટા મહત્વપૂર્ણ છે.